• જાહેર સભામાં સીએમના પત્નીની હાજરીમાં કમલેશ મીરાણીએ કોંગ્રેસનાં વોર્ડ નંબર-14નાં ઉમેદવાર વિજય જાનીએ તેઓનું ફોર્મ પરત ખેંચ્યુ હોવાની જાહેરાત કરી 
  • વર્ષોથી પાર્ટી માટે અનેક કામો કરવા છતાં ટિકીટ નહીં મળી હોવાથી પોતે આ પગલું ભરવા મજબૂર – હર્ષાબા જાડેજા

WatchGujarat. કોંગ્રેસની માઠી દશા ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. ગત સવારે કોંગ્રેસનાં બે ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાયા હતા. ત્યારે હવે વોર્ડ નં-4નાં ઉમેદવાર વિજય જાનીએ પોતાનું ફોર્મ પરત ખેંચવાનું જાહેર કરતા ભારે ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં 200થી પણ વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેને લઈ ચૂંટણી પહેલા જ કોંગ્રેસની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. અને શહેર કોંગ્રેસમાં સન્નાટો છવાયો છે.

ગતરોજ શહેરનાં નાણાવટી ચોક ખાતે ભાજપ દ્વારા એક સભા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીનાં પત્ની અંજલીબેન રૂપાણી અને શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિતના સ્થાનિક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન કમલેશ મીરાણીએ કોંગ્રેસનાં વોર્ડ નંબર-14નાં ઉમેદવાર વિજય જાનીએ તેઓનું ફોર્મ પરત ખેંચ્યુ હોવાની જાહેરાત કરી હતી. સાથે જ કોંગ્રેસનાં એક ઉમેદવારનું ફોર્મ કેન્સલ અને અન્ય એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા બંને સીટો પર ભાજપ બિનહરીફ સમાન થયું હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. આ તકે કોંગ્રેસનાં 200થી વધુ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા વોર્ડ નંબર 1નાં કોંગ્રેસના પ્રમુખ હર્ષાબા જાડેજાએ રાજીનામું આપ્યું હતું. અને જણાવ્યું હતું કે, વર્ષોથી પાર્ટી માટે અનેક કામો કરવા છતાં ટિકીટ નહીં મળી હોવાથી પોતે આ પગલું ભરવા મજબૂર થયા છે. પોતાના વિસ્તારના ગરીબોની સેવા કરવા માટે તેમણે લોકડાઉનમાં ગામડેથી 50 મણ ઘઉં મંગાવી વિતરણ કર્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. એટલું જ નહીં ટૂંક સમયમાં ભાજપમાં જોડાવા અંગેનો નિર્ણય કરનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે. જેને લઈને આગામી ચૂંટણીમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધશે તે નિશ્ચિત છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud