• મુખ્યમંત્રી રૂપાણી પાસે પૂરતી માહિતી નથી. પરંતુ તેમની પાસેનો ગૃહવિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે.
  • અગાઉ નર્મદા SP એ પત્ર લખી કહ્યું હતું કે, પોલીસ પોતે જ બુટલેગરોનું પાયલોટિંગ કરીને દારૂની હેરાફેરી કરે છે.

#Rajkot - ચૂંટણીને લઈ કોંગ્રેસની બેઠક બાદ મનીષ દોશીએ કહ્યું- ગુજરાતમાં ભાજપની મીઠી નજર હેઠળ જ કરોડોનો દારૂ ઠલવાય છે

WatchGujarat. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં કોંગી પ્રવક્તા મનીષ દોશી અને રાજયસભાનાં સભ્ય અમી યાજ્ઞિકે સ્થાનિક નેતાઓ સાથે એક બેઠક યોજી હતી. બાદમાં મનીષ દોશીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની મીઠી નજર હેઠળ કરોડોનો દારૂ ઠલવાય છે.

દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણી પાસે પૂરતી માહિતી નથી. પરંતુ તેમની પાસેનો ગૃહવિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. ભાજપ સરકાર સહિતના સ્વર્ણિમ સંકુલમાં બેઠેલા લોકોની મીઠી નજર હેઠળ ગુજરાતમાં દારૂ ઠલવાય રહ્યો છે. અગાઉ નર્મદા SP એ પત્ર લખી કહ્યું હતું કે, પોલીસ પોતે જ બુટલેગરોનું પાયલોટિંગ કરીને દારૂની હેરાફેરી કરે છે. ખુદ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ ગુજરાતમાં દારૂની પોટલીઓ અને ટેન્કરો ઠલવાતા હોવાનું નિવેદન આપ્યું હતું. પરંતુ મુખ્યમંત્રી દારૂબંધીનાં કડક અમલના બણગા ફૂંકી રહ્યા છે.

આવનારી ચૂંટણીઓ મુદ્દે જણાવતા તેમણે કહ્યું હતું કે, ચૂંટણી ઢંઢેરામાં મુદ્દાઓનો સમાવેશ કરવો તેને લઈને વોર્ડ વાઇઝ માહિતી મેળવવામાં આવી છે. સાથે જ મનપામાં કોંગ્રેસનાં 5 વર્ષનાં અને ભાજપનાં 15 વર્ષના શાસનની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. જે લોકો સુધી પહોંચાડવામાં આવશે. રાજકોટમાં શાસન માટેની પ્રતિબદ્ધતાવાળો ચૂંટણી ઢંઢેરો તૈયાર થયા બાદ ચૂંટણી જાહેર થતાની સાથે જ પ્રચાર શરૂ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

More #કોંગ્રેસ #Spokes #person #Manish doshi #raise #allegation #over #running #BJP #govt #administration #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud