• શહેરના હાર્દ સમા ગણાતા મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર યુવતીએ પોતાનો ડાન્સ કરતો વીડિયો બનાવવામાં આવ્યો હતો
  • માસ્ક વગર ડાન્સ કરતો વિડીયો વાયરલ થતા સોશિયલ મિડીયા એકાઉન્ટ પરથી ડીલીટ કરી દેવામાં આવ્યો
  • પોલીસ ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે કોરોના કર્ફ્યૂ દરમિયાન વીડિયો બનાવનાર યુવતીને ક્યારે ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું

Watchgujarat. કોરોનાની વણસી રહેલી સ્થિતિને પગલે રાજ્યના 20 મોટા શહેરમાં હાલ કોરોના કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ કોરોના કર્ફ્યૂ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પાસે કોલેજ ચોક અંડરબ્રિજ નજીક એક યુવતીએ માસ્ક પહેર્યા વગર પોતાનો ડાન્સ કરતો વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જોકે, ગણતરીની કલાકોમાં વીડિયો પોતાનો હોવાનો દાવો કરતી યુવતીએ વીડિયો ડિલીટ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

રાજકોટમાં વધુ એક વખત કોરોના કર્ફ્યૂનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. શહેરના હાર્દ સમા ગણાતા મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર યુવતીએ પોતાનો ડાન્સ કરતો વીડિયો બનાવવામાં આવ્યો હતો. વિડીયો બનાવ્યા બાદ યુવતીએ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (RealPrisha_) પર અપલોડ કર્યો હતો. વિડીયો અપલોડ કર્યા બાદ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેને પગલે બાદમાં પોલીસના ડરે યુવતીએ વિડીયો ડિલીટ કરી નાખ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ આ વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે નામના એકાઉન્ટમાંથી એક બાદ એક કોમેન્ટ કરી યુવતી પોતાના બચાવ માટે પક્ષ રાખવાના સતત પ્રયત્નો કરી રહી છે.

યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઇ-મેઇલ આઇડી પીહુ રાઠોડના નામથી શેર કર્યું છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાની જાતને યુવતી પબ્લિક ફિગર બતાવી રહી છે. તો સાથે જ પોતે પ્રોફેશનલ એન્કર, મોડલ, એક્ટ્રેસ, ડબિંગ આર્ટિસ્ટ હોવાનું જણાવી રહી છે. આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે કોરોના કર્ફ્યૂ દરમિયાન વીડિયો બનાવનાર યુવતીને ક્યારે ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે તે જોવું મહત્ત્વનું બની રહેશે.

અત્રે ઉલ્લેખીય છે કે, સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે કોરોના કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પરંતું કોરોના કર્ફ્યુમાં પણ સોશિયલ મિડીયા પર કહેવાતી સેલીબ્રીટી નિયમોનું પાલન કરવાને પ્રોત્સાહન આપવાની જગ્યાએ જાતે જ નિયમોનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે. તેટલું જ નહિ પરંતુ આ પ્રકારનો વિડીયો બનાવીને અન્યને પણ આડકતરી રીતે પ્રેરીત કરતા હોવાનું દેખાઇ આવે છે. સોશિયલ મિડીયા પર કાબુ મેળવવો પોલીસ તંત્ર માટે માથાના દુખાવા સમાન છે. યુવતિ એ કરેલા કારસ્તાન સામે દાખલો બેસાડે તેવી કાર્યવાહી થવી જોઇએ. જેને લઇને ભવિષ્યમાં કોઇ વ્યક્તિ આવું પગલું ભરતા પહેલા વિચાર કરે તે જરૂરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud