ચૂંટણીમાં 72 માં થી 68 બેઠકો મેળવી ભાજપે વિરોધપક્ષ કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી છે
ભાજપની પ્રણાલિકા મુજબ રાજકોટ કોર્પોરેશનના નવા મેયર માટે ભાજપના હાઈકમાંડ દ્વારા અંતિમ નિર્ણય કરવામાં આવશે
WatchGujarat. મહાનગરપાલિકામાં ભાજપનું શાસન આવી ચૂક્યું છે. અને આગામી સપ્તાહમાં આચારસંહિતા પૂર્ણ થયા બાદ મેયર, ડે. મેયર તેમજ સ્ટે. ચેરમેન સહિતનાં હોદ્દેદારોનાં નામની જાહેરાત કરવામાં આવનાર છે. પણ રાજકીય વર્તુળોમાં અત્યારથી જ કયું પદ કોના ફાળે જશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ વખતે ઓબીસી અનામત પ્રતિનિધિ મનપાના મેયર બનવાના છે. ત્યારે આ માટે હાલ તો પ્રદીપ ડવ અને ડો. અલ્પેશ મોરજરિયાના નામો ચર્ચામાં છે. તો સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પદ માટે પુષ્કર પટેલ તેમજ દેવાંગ માંકડ હોટ ફેવરિટ છે. જ્યારે ડે.મેયરપદમાં ડો. દર્શનાબેન પંડ્યા, જ્યોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત મનીષ રાડીયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને પ્રથમ ટર્મમાં કોઈ પદ અપાશે કે બીજી ટર્મમાં મેયરની ખુરશી મળશે તેને લઈ અનેક અટકળો ચાલી રહી છે.
રાજકોટ કોર્પોરેશનમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ચૂંટણીમાં 72 માં થી 68 બેઠકો મેળવી ભાજપે વિરોધપક્ષ કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી છે. હવે તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. આગામી માર્ચ મહિનાના પ્રારંભે આચારસંહિતા પૂર્ણ થતાં જ રાજકોટના નવા મેયર સહિતના પદાધિકારીઓની વરણી થશે. અને નવી બોડીની રચના થશે. ભાજપની પ્રણાલિકા મુજબ રાજકોટ કોર્પોરેશનના નવા મેયર માટે ભાજપના હાઈકમાંડ દ્વારા અંતિમ નિર્ણય કરવામાં આવશે. જો કે હાલમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મેયર પદ ઉપર કોણ તેને લઈને ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
રાજકોટ કોર્પોરેશન માટે રોટેશન મુજબ જ મેયર પદ ઓબીસી અનામત છે. ત્યારે આ પદ માટે ભાજપનાં અનેક કોર્પોરેટરોના નામો ચર્ચામાં છે. જેમાં ઓબીસી અનામત પ્રતિનિધિ અને વોર્ડ નંબર 12માંથી ચૂંટાયેલા યુવા ચહેરા પ્રદીપ ડવ અને વોર્ડ નંબર 1માથી જીતેલા ડોક્ટર અલ્પેશ મોરજરિયાના નામો ચર્ચામાં ચાલી રહ્યા છે. ભાજપ દ્વારા રાજનીતિમાં મહિલાઓનું યોગદાન વધારવાની નીતિ પહેલેથી જ અમલમાં મુકેલ હોય ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરોમાંથી કોઈ એક નામ જાહેર થઈ શકે છે. જેમાં વોર્ડ નંબર 4માંથી વિજેતા થયેલા ડોક્ટર દર્શનાબેન પંડ્યાનું નામ મોખરે છે. આ ઉપરાંત પાટીદાર સમાજનાં પ્રતિનિધિ વોર્ડ નંબર 10નાં મહિલા કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળાનું નામ પણ મહિલા ડેપ્યુટી મેયર તરીકે ચર્ચાઈ રહ્યું છે.
આ ઉપરાંત વોર્ડ નંબર 1માંથી ચૂંટાયેલા ભાજપના મહિલા કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય એવા ભાનુબેન બાબરિયાનું નામ પણ આ પદ માટે ચર્ચાઇ રહ્યું છે. જો કે મેયરની બીજી ટર્મ મહિલા અનામત હોય આ દ્રીતીય ટર્મમાં મેયર તરીકે અત્યારથી જ ભાનુબેન બાબરિયાને અનામત રાખવામા આવે તેવી ચર્ચાઓ હાલ રાજકોટ ભાજપના અંતરંગ વર્તુળમાં ચાલી રહી છે. ત્યારે જો ડેપ્યુટી મેયર પદ માટે પુરુષ સભ્યોમાંથી પસંદગી થાય તો વોર્ડ નંબર 3માંથી ચૂંટાયેલા યુવા જનપ્રતિનિધિ નરેન્દ્રસિંહ જાડેજા કે જેને ટીકુભા જાડેજાના હુલામણા નામથી લોકો ઓળખે છે તેની પસંદગી થઈ શકે છે.
નરેન્દ્રસિંહ જાડેજા અને તેમની પેનલે આ ચૂંટણીમાં વોર્ડ નંબર 3 કે જે કોંગ્રેસનો ગઢ મનાતો હતો. તેમજ પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા પણ હરીફ ઉમેદવાર હોવા છતાં તેમની પેનલને હરાવીને જાયન્ટ કીલર સાબિત થયા છે. ત્યારે ડેપ્યુટી મેયર પદ માટે તેના નામ ઉપર પણ મહોર લાગી શકે છે. ઉપરાંત લોહાણા જ્ઞાતિના પ્રતિનિધિ અને અગાઉ આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂકેલા વોર્ડ નંબર 2નાં મનીષ રાડીયાનું નામ પણ ડેપ્યુટી મેયર પદ માટે ચર્ચામાં છે.
બીજીતરફ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનની મહત્વની ખુરશી માટે પણ અનેક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે. આ વખતે ભાજપના અનેક નવા ઉમેદવારો કોર્પોરેટર બન્યા છે. પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કસાયેલા આગેવાનની પસંદગી થઈ શકે છે. જેમાં વોર્ડ નંબર 9માંથી જંગી લીડથી વિજેતા થયેલ પુષ્કર પટેલનું નામ પણ ચર્ચામાં છે. તેવી જ રીતે રાજકોટ ભાજપના સંગઠનમાં મહત્વની ભૂમિકામાં રહેલા અને વોર્ડ નંબર 7માંથી ચૂંટાયેલા દેવાંગ માંકડ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે હોટફેવરિટ માનવામાં આવે છે. ત્યારે હવે જોવાનું એ છે કે ભાજપનું હાઇ કમાન્ડ ક્યાં ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળે છે.