કોરોનાનાં કપરા કાળમાં મદદ ન કરી શકો તો ખોટી આક્ષેપબાજી પણ ન કરવી જોઈએ - જયેશ રાદડિયા
અનુસાર હિરપરા ખાતે કોવિડ સેન્ટરમાં રૂપિયા લેતા હોવાની ફરિયાદ મળતા શહેર પ્રમુખ મુલાકાતે ગયા
કોંગ્રેસ શહેર પ્રમુખે રૂપિયા લેવાતા હોવાનો આક્ષેપ કરતા જ રાદડિયા દ્વારા કહેવાયું હતું કે, તમારી લોકો પાસે બીજું કોઈ કામ નથી?
WatchGujarat. જેતપુર ખાતે કેબિનેટમંત્રી જયેશ રાદડિયા અને જેતપુર શહેર કૉંગ્રેસ પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસ શહેર પ્રમુખે હિરપરા કોવિડ સેન્ટરમાં પૈસા લેવામાં આવતા હોવાનો આક્ષેપ કરતા કેબિનેટ મંત્રીએ પિતો ગુમાવ્યો હતો. અને કહ્યું હતું કે- ભાજપ-કોંગ્રેસ કરવાને બદલે તાકાત હોય તો 10 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરી બતાવો, અહીં શું કામ પત્તર ઠોકવા આવો છો?
https://youtu.be/lWlSSsp5vbo
જાણવા મળતી વિગત અનુસાર હિરપરા ખાતે કોવિડ સેન્ટરમાં રૂપિયા લેતા હોવાની ફરિયાદ મળતા શહેર પ્રમુખ મુલાકાતે ગયા હતા. જેને લઈ રાદડિયા ગુસ્સે ભરાયા હતા. અને આક્રોશ સાથે કહ્યું હતું કે, કોવિડ સેન્ટર કોંગ્રેસ નહીં પણ જેતપુરનાં ઉદ્યોગપતિઓનાં યોગદાન અને મારા પૈસાથી ચાલે છે. દરમિયાન કોંગ્રેસ શહેર પ્રમુખે રૂપિયા લેવાતા હોવાનો આક્ષેપ કરતા જ રાદડિયા દ્વારા કહેવાયું હતું કે, તમારી લોકો પાસે બીજું કોઈ કામ નથી?
આ કોવિડ સેન્ટરમાં કોઈ એક રૂપિયો પણ લેતું નથી. કોંગ્રેસની હિંમત હોય તો 10 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરી બતાવે. અને હોસ્પિટલ ચાલુ કરે. અહીં આવીને ભાજપ-કોંગ્રેસ કરવાનું બંધ કરો. આ ભાજપ-કોંગ્રેસ કરવાનો નહીં પણ સેવા કરવાનો સમય છે. કોરોનાનાં કપરા કાળમાં મદદ ન કરી શકો તો ખોટી આક્ષેપબાજી પણ નો કરવી જોઈએ. નીકળ અહીંથી આ સાંભળીને વિલે મોઢે કોંગી આગેવાનો ત્યાંથી જતા રહ્યા હતા. જો કે કોઈએ આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી લેતા તેના વિડીયો વાયરલ થયા છે.