• બુધવારે સવારે મહિલાને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
  • એટેન્ડન્ટે મહિલા પાસે આવી લાવો તમારું માથું દબાવી દઉં તેમ કહી માથું દબાવવાનું શરૂ કર્યા બાદ અડપલા કર્યા
  • અશક્ત મહિલા જે તે સમયે વિરોધ ન કરી શકી

WatchGujart. શહેરની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. જેમાં કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલી 58 વર્ષીય મહિલાએ પોતાના ઉપર દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ તેના પરિવારને કરી હતી. પરિવારને જાણ થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. અને બાદમાં પ્રદ્યુમનનગર પોલીસ મથક ખાતે પહોંચી સમગ્ર મામલે રજૂઆત કરી હતી. પોલીસે હાલ સમગ્ર મામલે એક એટેન્ડન્ટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે ભોગ બનનાર મહિલાનાં સગાએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે મહિલાને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓક્સિજન લેવલ ઓછુ હોઇ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા શુક્રવારે તેમને બીજા વોર્ડમાં શિફ્ટ કરવાના હતા. દરમિયાન સવારે તેમણે અમને ફોન કરીને કહ્યું હતું કે, રાત્રીના સમયે જ તેમની સાથે કોઇ વ્યક્તિએ દુષ્કર્મ કર્યું છે. આ ફોન આવતા જ તાત્કાલિક તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.

બાદમાં હોસ્પિટલ તંત્રને રજૂઆત કરી સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસમાં પણ જાણ કરવામાં આવી છે. જેને પગલે પોલીસ તેમજ 181નો કાફલો દોડી ગયો હતો. અને મહિલાનું કાઉન્સલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં હતા. જેમાં દુષ્કર્મનો આક્ષેપ કરતી મહિલા જે જગ્યાએ દાખલ હતી તેની આજુબાજુમાં પણ બીજા દર્દીઓ દાખલ હોવાનું તેમાં વોર્ડમાં અન્ય કર્મચારીઓ હાજર હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ તો મહિલા દ્વારા કરાયેલા આક્ષેપને આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

જાણો શુ કહ્યું હતું 58 વર્ષીય મહિલાએ

ભોગ બનનાર 58 વર્ષીય મહિલાનાં જણાવ્યા મુજબ, તેમને જે વોર્ડમાં દાખલ કરાયા હતા, ત્યાંના એટેન્ડન્ટે તેમની પાસે આવી લાવો તમારું માથું દબાવી દઉં તેમ કહી માથું દબાવવાનું શરૂ કર્યું હતું. અને થોડીવાર બાદ શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. પોતાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ કોઇ પ્રતિકાર કરી શક્યા ન હતા. બાદમાં એટેન્ડન્ટ ત્યાંથી જતો રહ્યો હતો. તેમજ હતપ્રભ થઇ ગયા હોઈ પોતે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. હાલ તો પોલીસે મહિલાની આ ફરિયાદ પરથી શુક્રવારે હોસ્પિટલનાં જે વોર્ડમાં આ ઘટના બની છે તે વોર્ડનાં જ એટેન્ડન્ટ હિતેશ ઝાલા સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. સાથે વોર્ડમાં કામ કરતા અન્ય કર્મચારીઓ અને દર્દીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud