• એક સ્મશાનમાં આશરે 30 જેટલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે
  • વેઈટીંગ ઘટાડવા માટે તંત્ર દ્વારા શહેરમાં સાત જેટલા સ્મશાનો અને ગ્રામ્ય વિસ્તારમાં સ્મશાન ગૃહ કોરોના દર્દીઓના મૃતદેહના અંતિમ સંસ્કાર માટેના શરૂ કરવામા આવ્યા
  • છેલ્લા 20 દિવસમાં શહેરમાં 750 થી વધારે લોકોના મોત થયા

Watchgujarat. શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અને આંશિક લોકડાઉન સહિતનાં નિયંત્રણો છતાં પણ પોઝીટીવ કેસની સાથે-સાથે મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને પગલે પ્રત્યેક સ્મશાનમાં દરરોજનાં 30થી વધુ મળી કુલ 200થી વધુ અંતિમ સંસ્કાર થતા 4-5 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. આ સાથે જ એક મૃતદેહ માટે 6થી15 મણ લાકડાનો વપરાશ થઈ રહ્યો છે. જેને લઈને લાકડાની અછત ઉભી થવાની દહેશત પણ સર્જાઈ છે. જોકે દરરોજનાં હજારો ટન લાકડાઓ સ્મશાન ગૃહોમાં ઠાલવવામાં આવી રહ્યા છે.

જાણવા મળતી માહીતી મુજબ, હાલમાં રામનાથપરા મુક્તીધામ, બાપુનગર સ્મશાન ગૃહ, મોટામવા સ્મશાન ગૃહ, મવડી સ્મશાન ગૃહ, બેડી સ્મશાન ગૃહ, નવાગામ સ્મશાન ગૃહ, તેમજ ન્યારીડેમ પાસે વાગુદડ રોડ ઉપર સ્મશાન ગૃહ શરૂ કરવામા આવ્યા છે. જેમાં કોરોના પોઝીટીવ દર્દીઓના જ અંતિમ સંસ્કાર કરવામા આવી રહ્યા છે. આ પૈકીનાં વાગુદડના સ્મશાન ગૃહમાં પંદર ખાટલાઓ મુકવામાં આવ્યા છે. જેમા એક સાથે પંદર જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાય છે. તેમજ અન્ય સ્મશાન ગૃહોમાં 3 થી 9 જેટલા ખાટલાઓ મુકાયા છે. 5 જેટલી ઈલેક્ટ્રીક્ટ ભઠ્ઠીઓ છે. ઉપરાંત એકમાં ગેસ આધારીત ભઠ્ઠી મુકવામા આવી છે.

તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, દરરોજ 60થી વધુ કોરોના દર્દીનાં મોત થઈ રહ્યા છે. એક સ્મશાનમાં આશરે 30 જેટલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. અને સ્મશાન ગૃહોમાં 4 થી 5 કલાકના અંતિમ સંસ્કાર માટેના વેઈટીંગ જોવા મળી રહ્યા છે. વેઈટીંગ ઘટાડવા માટે તંત્ર દ્વારા શહેરમાં સાત જેટલા સ્મશાનો અને ગ્રામ્ય વિસ્તારમાં સ્મશાન ગૃહ કોરોના દર્દીઓના મૃતદેહના અંતિમ સંસ્કાર માટેના શરૂ કરવામા આવ્યા છે. સ્મશાન ગૃહોમાં મૃતદેહોના ખડકલા થતા એક કઠણાઈ બીજી પણ ઉભી થઈ છે. અને હાલ સ્મશાનગૃહોમાં લાકડાની અછત વર્તાઈ રહી છે.

બીજીતરફ સામાન્ય બિમારીથી મૃત્યુ પામતા દર્દીઓ માટે 11 જેટલા સ્મશાન ગૃહો કાર્યરત છે. છેલ્લા 20 દિવસમાં શહેરમાં 750 થી વધારે લોકોના મોત થયા છે. આ આકડાઓ લોકોને વિચલીત કરી મુકે તેવા છે. જોકે ઉપર મુજબના આકડાઓ માત્ર સરકારી ચોપડે નોંધાયેલા છે. જ્યારે હકીકત સ્મશાનગૃહોના આકડા બયાન કરી રહ્યા છે. સાત સ્મશાનોમાં દરરોજનાં 30થી વધુ મળીને દરરોજ 200 કરતા વધુ મૃતદેહોનાં અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. સ્મશાન ગૃહોનાં પટાંગણમાં પણ મૃતદેહો સતત વેઈટીંગમાં જોવા મળી રહ્યા છે. દરરોજ આટલી મોટી સંખ્યામાં અંતિમ સંસ્કાર થતા મોતનું આ તાંડવ આગામી દીવસોમાં યથાવત રહ્યું તો આગામી દિવસોમાં અગ્નિસંસ્કાર માટે લાકડાઓ ખુટી પડવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud