• સત્ય સોસાયટીમાં રહેતા અને ચાંદીની મજૂરી કરતા સુનીલભાઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ એડમીટ કરાયા
  • સારવાર લઇ રહેલા દર્દી તેમના પરિવારજનો મળવા કેમ નથી આવતા, બધા માસ્ક કેમ પહેરે છે તેવા સવાલો કરતા રહેતા
  • બે વાગ્યે ડૉકટરો ગયા બાદ તેમણે ઓક્સિજનની નળી કાઢી તેને ગળામાં ભરાવી રૂમમાં આવેલી બારીની ગ્રીલ સાથે બાંધીને ગળાફાંસો ખાઈ લીધો

Watchgujarat. મવડી ચોકડી પાસે આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળ સંજીવની હૉસ્પિટલમાં કોરોનાનાં દર્દી સુનીલ ભલસોડએ ગઈકાલે હૉસ્પિટલમાં ઓક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેઓ કોરોના પોઝિટિવ આવતા ખૂબ જ ગભરાઈ ગયા હતાં અને આખરે આ પગલું ભરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. તેઓ ડૉકટરોને અવારનવાર પૂછતા હતા કે, મારા પરિવારજનો કેમ મળવા આવતા નથી?

જાણવા મળતી વિગત મુજબ શહેરના સંતકબીર રોડ પરની સત્ય સોસાયટીમાં રહેતા અને ચાંદીની મજૂરી કરતા સુનીલભાઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ગત 13 એપ્રિલના રાત્રે સંજીવની ગુરૂકુળ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ગઈકાલે રાત્રે બે વાગ્યે ડૉકટરો તેમની પાસે ગયા હતાં. તેમની હાલત સ્થિર હતી. જોકે, કોરોનાને કારણે ખૂબ જ ડરી ગયેલા હોય તેવું વર્તન કરતા હતા. તેઓ ડૉકટરોને અવારનવાર એવું પૂછતા હતા કે, મારા પરિવારજનો કેમ મળવા આવતા નથી? બધા માસ્ક કેમ પહેરે છે? ગઈકાલે રાત્રે બે વાગ્યે ડૉકટરો ગયા બાદ તેમણે પોતાને ચડાવવામાં આવી રહેલા ઓક્સિજનની નળી કાઢી તેને ગળામાં ભરાવી રૂમમાં આવેલી બારીની ગ્રીલ સાથે બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે હૉસ્પિટલનો સ્ટાફ આ દ્રશ્ય જોઈને અવાચક થઈ ગયો હતો.

આ ઘટના અંગે જાણ થતા તાલુકા પોલીસ દોડી ગઈ હતી. અને સ્થળ પર જરૂરી કાર્યવાહી બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં મોકલી આપ્યો હતો. જ્યાં કોવિડ પ્રોટોકોલ મુજબ પોસ્ટમોર્ટમ કરાયા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. જેમાં પણ કોરોનાને કારણે ગભરાઈ જતા તેમણે આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. સુનીલભાઈને સંતાનમાં બે પુત્રો છે. જેમાં એકની ઉંમર 19 વર્ષ અને બીજાની ઉંમર 12 વર્ષ છે. ત્યારે તેમણે ભરેલા આ પગલાંથી સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud