• કોરોનાની સારવાર લેવા માટે લઇ જવા હવે રીક્ષા અને ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડે છે
  • રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ અને 60થી વધુ દર્દીઓનાં કોરોનાના કારણે મોત થઈ રહ્યા છે
  • શહેરની આ સ્થિતિને લઈ વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનની ઘોષણાઓ કરવામાં આવી
  • અનેક પ્રયાસો છતાં પણ કોરોના સંક્રમણ રોકવામાં કોઈ નોંધપાત્ર સફળતા મળતી નથી

WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનો કેર આજે પણ યથાવત છે. ગઈકાલે એકાદ દિવસની રાહત બાદ આજે ફરીથી હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. જ્યારે દર્દીઓ હોસ્પિટલમાં બેડ મેળવવા માટે વલખા મારી રહ્યા છે. અને દર્દીઓને બેડ નહીં મળવાને કારણે હોસ્પિટલનાં ગ્રાઉન્ડમાં ખાટલો નાખી સારવાર લેતા જોવા મળી રહ્યા છે. હૈયું હચમચાવતા આ દ્રશ્યો છતાં પણ તંત્ર દ્વારા પરિસ્થિતિ કાબુમાં છે તેવા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે.

રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. હાલ દર્દીઓ ગ્રાઉન્ડમાં ખાટલો નાખી સારવાર લઈ રહ્યા છે. તો કેટલાક દર્દીઓ ઓટોરિક્ષામા સારવાર લઈ રહ્યા છે. તો કેટલાક દર્દીઓ વાહનોમાં સારવાર લેવા મજબુર બન્યા છે, ત્યારે આવું જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જેમાં એક દર્દી ઓક્સિજનના બાટલા સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં 108ની લાંબી કતાર હોવાથી દર્દીએ ત્યાં ખાટલો નાંખીને સારવાર લેતા નજરે પડ્યા હતા.

રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. અને દરરોજ 60થી વધુ દર્દીઓનાં કોરોનાના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારે આજે સવારે 8 વાગ્યે પુરા થતા 24 કલાક સુધીમાં 66 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં 300 જેટલા પોઝીટીવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે. અને શહેરની આ સ્થિતિને લઈ વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનની ઘોષણાઓ કરવામાં આવી છે. તો અનેક સામાજિક સંસ્થાઓ પણ લોકોની મદદ માટે આગળ આવી રહી છે. જો કે અનેક પ્રયાસો છતાં પણ કોરોના સંક્રમણ રોકવામાં કોઈ નોંધપાત્ર સફળતા મળી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud