• નીરૂબેન ભલગામા કેટલાક દિવસથી બિમાર પડતાં ગઇકાલે કોરોનાની શંકાએ રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો
  • મહિલાને પ્રથમ સિવિલ હોસ્પિટલ અને બાદમાં સમરસ કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દાખલ કર્યા
  • વહેલી સવારે મહિલાએ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી
  • સમગ્ર મામલે ડ્યુટીમાં હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી

WatchGujarat. શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલ કે જે હાલમાં સમરસ કોવિડ હોસ્પિટલમાં તબદીલ થઇ છે અને કોરોનાના દર્દીઓને અહિ રાખી સારવાર કરવામાં આવે છે તેમાં ગઇકાલે જ કોરોનાથી સંક્રમિત થયેલા 53 વર્ષના મહિલાને દાખલ કરવામાં આવ્યા હોઇ આજે વહેલી સવારે ચારેક વાગ્યે તેમણે પાંચમા માળે બાલ્કનીમાંથી પડતું મુકતાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે. પોતે કોરોનામાંથી બહાર નહિ આવી શકે તેવી હતાશામાં કદાચ આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ, યુનિવર્સિટી રોડ પરની કિડની હોસ્પિટલ પાસે આવેલી સમરસ હોસ્પિટલનાં પાંચમાં માળની બાલ્કનીમાંથી વહેલી સવારે ચાર વાગ્યે કોરોના પોઝિટિવ દર્દી નીરૂબેન રમેશભાઇ ભલગામાએ બાલ્કનીમાંથી પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. આ અંગે નાઇટ ડ્યુટીમાં રહેલા ડો. અંકુરભાઇ પટેલે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રાપ્ત વિગત મુજબ, નીરૂબેન ભલગામાને ડાયાબીટીસની જુની બિમારી હતી. કેટલાક દિવસથી બિમાર પડતાં ગઇકાલે કોરોનાની શંકાએ રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તેને પ્રથમ સિવિલ હોસ્પિટલ અને બાદમાં સમરસ કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર થવાના કેસપેપર તૈયાર કરાવી પરિવારજનોએ તેમને ત્યાં દાખલ કર્યા હતાં. ગઇકાલે સાંજે જ તેમને અહિ દાખલ કરાયા હતાં. ત્યાં આજે વહેલી સવારે તેમણે પાંચમા માળેથી છલાંગ લગાવી મોત મેળવી લેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. મૃતકનાં પતિ રમેશભાઇને ઇંટોનો ભઠ્ઠો છે. અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે સાત ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud