શહેરનાં વધુ 9 સ્થળોને પ્રાઇમરી વેક્સિન સેન્ટર તરીકે પસંદ કરાયા
તમામ સ્થળોએ ત્રણ-ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી
WatchGujarat. મહાનગરપાલિકા દ્વારા કોરોનાની વેક્સિન આવ્યા પહેલા સંપૂર્ણ તૈયારીના ભાગરૂપે અગાઉ પાંચ સ્થળોએ ડ્રાયરન(મોકડ્રીલ) યોજવામાં આવી હતી. ત્યારે આરોગ્ય શાખા દ્વારા આવતીકાલે વધુ 9 સ્થળે ડ્રાયરનનું આયોજન કરાયું છે. જે અંતર્ગત શહેરનાં વધુ 9 સ્થળોને પ્રાઇમરી વેક્સિન સેન્ટર તરીકે પસંદ કરાયા છે. અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા આ માટે પસંદ થયેલા સ્થળોમાં વોકહાર્ડ હોસ્પિટલ, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, PDU સિવિલ હોસ્પિટલ, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 61, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 43 અને કોઠારી નિદાન કેન્દ્ર રોટરી ભવનનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ આવતીકાલે ડ્રાયરન યોજાશે. આ માટે તમામ સ્થળોએ ત્રણ-ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા આ ડ્રાયરન દરમિયાન જુદી-જુદી જગ્યાએ એક સમાન રીતે કામગીરી કરવામાં આવશે. જેમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, UHC MO, કોવિડ MO, સ્ટાફ નર્સ, DEO અને MPHW હાજર રહેશે. મનપા દ્વારા એકત્ર કરાયેલા ડેટા પ્રમાણે જ આરોગ્ય કર્મચારીઓને બોલાવવામાં આવશે. અને ત્યારબાદ પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેક્સિનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમમાં વેકસીનેશનની પ્રક્રિયાનું રિહર્સલ કરાશે.
More #કોરોના #Covid #vaccine #dry run #more #centers #allocated #Rajkot news