• વેકસીનનાં સ્ટોરેજ માટે અત્યારે રાજકોટના વિભાગીય સ્ટોર ખાતે 2 WIC અને 6 ILR (ફ્રીજ) ઉપલબ્ધ
  • ફ્રીઝમાં જરૂરી તાપમાન જળવાય રહે તે માટે ફ્રીઝનું તાપમાન અને સ્ટોકનું EVIN સોફ્ટવેરથી ઓનલાઈન મોનીટરીંગ

WatchGujarat. શહેરનાં એરપોર્ટ ખાતે આજે વહેલી સવારે કોરોના વેકસીનનો જથ્થો આવી પહોંચ્યો હતો. ખાસ ફ્લાઈટ દ્વારા લાવવામાં આવેલા આ જથ્થાનું કૃષિમંત્રી આર. સી. ફળદુની હાજરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ પ્રથમ રાઉન્ડમાં સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવેલી વેકસીનનાં 77,000 ડોઝ આવી પહોંચ્યા છે. જેને રિજીયોનલ સેન્ટરમાં ગઈકાલે આવેલા ખાસ ફ્રીજમાં 2થી8 ડીગ્રી તાપમાનમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે.

વેકસીનનાં સ્ટોરેજ માટે અત્યારે રાજકોટના વિભાગીય સ્ટોર ખાતે 2 WIC અને 6 ILR (ફ્રીજ) ઉપલબ્ધ છે. જેમાં વીજળીનો પ્રવાહ 24 કલાક મળી રહે તે માટે ઓટો સ્ટાર્ટ જનરેટરની વ્યવસ્થા રાખેલી છે. તેમજ ફ્રીઝમાં જરૂરી તાપમાન જળવાય રહે તે માટે ફ્રીઝનું તાપમાન અને સ્ટોકનું EVIN સોફ્ટવેરથી ઓનલાઈન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં આ સ્ટોરની બહાર ‘રાઉન્ડ ધી કલોક’ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ વેક્સીનનો જથ્થો ખાસ વેક્સીન વાન દ્વારા રિજીયોનલ વેકસીન સેન્ટર ખાતે લાવવામાં આવ્યો છે. તેમજ અહીંથી કોલ્ડ બોક્સમાં 2-8 ડીગ્રી તાપમાન જળવાય તે રીતે સૌરાષ્ટ્રનાં જુદા-જુદા જીલ્લાઓમાં મોકલી આપવામાં આવશે. અને જે-તે જિલ્લાના જ વેક્સિન સ્ટોર ખાતે સપ્લાય કરવામાં આવશે.

જાણો ક્યાં જિલ્લામાં કેટલા ડોઝ મોકલાશે

  • રાજકોટ જીલ્લા પંચાયત  – 9000 ડોઝ
  • રાજકોટ મહાનગરપાલિકા –  16500 ડોઝ
  • જામનગર જીલ્લા પંચાયત – 5000 ડોઝ
  • જામનગર મહાનગરપાલિકા – 9000 ડોઝ
  • દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયત – 4500 ડોઝ
  • પોરબંદર જીલ્લા પંચાયત – 4000 ડોઝ
  • મોરબી જીલ્લા પંચાયત – 5000 ડોઝ
  • કચ્છ જીલ્લા પંચાયત – 16000 ડોઝ
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud