• કોરોનાની રસીનું ડ્રાય રન એટલે કે મોકડ્રીલ કરવા આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરપાલિકાને સૂચના
  • રાજકોટની અલગ અલગ સ્કૂલો અને હોસ્પીટલોમાં મોકડ્રીલ કરવા નિર્ણય કરવામાં આવ્યો – જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહન

#Rajkot - CM ના હોમટાઉનમાં મંગળવારે કોરોનાનાં વેક્સિનેશનની ટ્રાયલ, જાણો કલેક્ટરે શુ કર્યા આદેશ

WatchGujarat. મનપા દ્વારા કોરોના વેક્સીનેશન માટે સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જે બાદ કોરોનાની રસીનું ડ્રાય રન એટલે કે મોકડ્રીલ કરવા આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરપાલિકાને સૂચના આપવામાં આવી છે. સૂચના મુજબ કોરોનાની રસી જે રીતે આપવા માટે પ્રોટોકોલ નક્કી થયો છે. તે અનુસાર તૈયારી કરવાની રહેશે અને કોલ્ડ ચેઈનથી લઈ વેક્સિન બૂથ સુધી જે રીતે વેક્સિન અપાય તે મુજબ કામ કરવાનું છે ફરક એટલો જ રહેશે કે ત્યારે વેક્સિન નહીં હોય પરંતુ તેની જગ્યાએ અન્ય કોઈ પણ વસ્તુ રાખવામાં આવશે.

જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહને જણાવ્યું કે : મંગળવારે રાજકોટની અલગ અલગ સ્કૂલો અને હોસ્પીટલોમાં મોકડ્રીલ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો મૂળ હેતું તમામ પ્રોટોકોલ મુજબ કામ કરી પછી તે લોજિસ્ટિક હોય કે પછી કોલ્ડચેઈન કે પછી વેક્સિનેશન હોય તમામ સ્તરે કઈ રીતે કામ થશે. તેને લઈ અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેવામા આવી છે. આ દરમિયાન કોઇ જગ્યાએ કોઈ પણ પ્રકારનાં સુધારા કે ફેરફારની જરૂર હોય તો અત્યારથી જ ખબર પડી જાય. જેને લઈ વેક્સિન આવે ત્યારે કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ત્યારે રાજકોટમાં ગોંડલ તાલુકાની પસંદ કરાઈ છે કારણ કે ત્યાં રૂરલ અને અર્બન બંને પ્રકારના વિસ્તાર છે.

ઉલ્લેખનિય છે કે, શહેરમાં વેક્સિનેશનની મોકડ્રિલ માટે શુક્રવારે મોડી સાંજે બેઠક મળી હતી. જેમાં શહેરમાં 5 જગ્યાએ મોકડ્રીલ કરવાનું નક્કી કરાયું છે. જેમાં એક પદ્મકુંવરબા હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, શ્યામનગર હેલ્થ સેન્ટર તેમજ બે શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંગળવારે સવારે 8 વાગ્યાથી મોકડ્રીલ શરૂ થશે. જે બપોરે બે વાગ્યા સુધી ચાલશે. મોકડ્રીલ પૂરી થયા બાદ ફરી એક બેઠક મળશે અને તેમાં આખા દિવસનો રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલવાનાં રહેશે. વેક્સિનેશનની સૌથી ખાસ વાત એ રહેશે કે તેમાં ક્યાંય પેપર કે પેન વપરાશે નહીં સમગ્ર પ્રક્રિયા કો-વિન સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી આધારિત થશે.

More #rajkot #Collector #Rehmya mohan #Covid #Vaccine #Notification #CM Hometown #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud