• છેલ્લા કેટલાક સમયથી રિવાબા સામાજિક સેવા કાર્યમાં જોડાય રહ્યાં છે
  • 17 એપ્રિલ 2021ના રોજ રવિન્દ્ર જાડેજા અને રિવાબાના લગ્નને 5 વર્ષ પુરા થતા વિશેષ રીતે ઉજવણી કરવા વિચાર કર્યો
  • 21 એપ્રિલના રોજ જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 21માં સમૂહ લગ્નમાં રિવાબા કન્યાઓને સોનાના પાટલા ભેટ આપશે

WatchGujarat. વિશ્વવિખ્યાત ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પોતાના સમાજને આગળ લાવવા પ્રયત્નશીલ છે. આગામી 21 એપ્રિલના રોજ યોજાનાર સમૂહ લગ્નમાં કન્યાઓને ભેટ રૂપી સોનાના પાટલા આપવા નિણર્ય કર્યો છે. જેમાં કુલ 34 કન્યાને 4 નંગ સોનાના પાટલા રિવાબા દ્વારા ભેટમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રિવાબાના લગ્નના 5 વર્ષ પુરા થયા હોવાથી તેઓ સમાજની કન્યાઓને સોનાનું દાન કરી રહ્યાં છે.

17 એપ્રિલ 2021ના રોજ તેમના લગ્નને 5 વર્ષ પુરા થયા

રિવાબા રવીન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે , સમાજમાં જરૂરિયાતમંદ લોકોને હર હંમેશ મદદરૂપ થવા મારુ સપનું છે. અને એ જ સપના સાથે હું આગળ વધી રહી છું. ખાસ કરી 17 એપ્રિલ 2021ના રોજ તેમના લગ્નને 5 વર્ષ પુરા થતા વિશેષ રીતે ઉજવણી કરવા વિચાર કર્યો છે. જેના ભાગરૂપે રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં કન્યાઓને સોનાના પાટલા ભેટમાં આપવા નિર્ણય કર્યો છે.

રિવાબા નારી ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે

આગામી 21 એપ્રિલના રોજ શ્રી જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 21માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 34 કન્યાઓને 4 નંગ સોનાના પાટલા ભેટ સ્વરૂપે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રિવાબા સામાજિક સેવા કાર્યમાં જોડાય રહ્યાં છે. તેમાં પણ ખાસ નારી ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહી કાર્ય કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રિકેટરના પત્ની રિવાબા જાડેજા કોઇને કોઇ રીતે મહિલાઓ અને સમાજને આગળ લાવવા માટે પ્રયત્નશીલ છે. અગાઉ પણ તેઓ દ્વારા અનેક સેવાકીય કામો કરવામાં આવી ચુક્યા છે. તેમના કામોને લઇને તેમની ચોફેરથી સરાહના થઇ રહી છે. એક નહિ તો બીજી રીતે લોકોને મદદરૂપ થવાને કારણે રિવાબાએ લોકોના મનમાં આગવું સ્થાન મેળવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud