બાળકી ઘરે આવતા જ બેભાન થઇ ગઇ હતી.
હોસ્પિટલમાં લઇ જતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનુ તબીબે જણાવ્યું હતુ
મામાજીએ જમાઇને આ બાબતે ફોન કરતા ચુપચાપ રહેવાનુ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી
WatchGujarat વિરપુરમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબીનાં કાગદડીમાં રહેતો કૌટુંબિક જમાઈ નવી કારમાં તિલક કરવાના બહાને મામાજીની 10 વર્ષની માસુમને સાથે લઈ ગયો હતો. પરંતુ રસ્તામાં દેવચડી ગામની સીમમાં તેની દાનત બગડી હતી. જેને લઈને તેણે આ ફૂલ જેવી માસુમને પીંખી નાખી હતી. અને બાદમાં પોતાના સાળા સાથે બાળકીને તેના ઘરે મોકલી આપી હતી. આ અંગેની જાણ થતાં પીડિતાનાં પરિવારે તરત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે આરોપી જમાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. #Rajkot
આ જઘન્ય બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મોરબીનાં કાગદડી ગામે રહેતા ભુપત ચાવડાનું સાસરૂ ગોંડલના દેવચડી ગામે છે. પત્ની રીસામણે હોઇ ભુપત ગઈકાલે વીરપુરમાં રહેતા મામાજી સસરાને ત્યાં ગયો હતો. જ્યાં તેણે પોતે નવી કાર લીધી છે, જે પત્નીને બતાવવા દેવચડી ગામે જવાનું અને નવી કારને કુંવારી કન્યાના હાથે તિલક કરવાનું જણાવ્યું હતું. તેમજ આ માટે મામાજીને તેની દીકરીને સાથે મોકલવા જણાવ્યું હતું.
જમાઈને ખોટું ન લાગે માટે મામાજીએ ઈચ્છા ન હોવા છતાં પણ પોતાની 10 વર્ષની પુત્રીને તેની સાથે મોકલી આપી હતી. બાદમાં સાંજે ભૂપતે પોતાના સાળા સાથે બાળકીને પરત મોકલી હતી. જો કે ઘરે આવતા જ આ માસુમ બેહોશ થતા તેણીને તરત જ વીરપુર સરકારી હોસ્પીટલે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરનાં ડોકટરે બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું કહ્યું હતું. અને તેણીને સારવાર માટે રાજકોટ રીફર કરી હતી.#Rajkot
ડોક્ટરની વાત સાંભળીને પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. અને દિકરીની હાલતથી ગુસ્સે ભરાયેલા મામાજીએ જમાઈને ફોન કર્યો હતો. પરંતુ બાળકીની વાત કરતા જ જમાઈ ભૂપતે ચૂપચાપ રહેવા જણાવ્યું હતું. એટલું જ નહીં કોઈને વાત કરવા પર બંદૂકની ગોળીએ દઈને મારી નાંખવાની ધમકી આપવા લાગ્યો હતો. જેને પગલે પરિવારે વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને મામલાની ગંભીરતાને ધ્યાને લઈ એએસપી સાગર બાગમરે આરોપીને તાત્કાલીક ઝડપી લેવાની કામગીરી LCBને સોંપી હતી.
LCBએ ગણતરીની કલાકોમાં આરોપી ભુપતને તેના ગામ કાગદડીથી ઝડપી વીરપુર પોલીસને હવાલે કર્યો હતો. જો કે આરોપી ઝડપાયાની જાણ થતા સ્થાનિક મહિલાઓનું ટોળુ 'ભુપત નરાધમ હાય હાય'નાં નારા લગાવતું પોલીસ સ્ટેશને દોડી ગયું હતું. અને ભુપતને સોંપી દેવાની માંગ કરી હતી. જો કે પોલીસે તમામને શાંત કરી ભુપતને સખતમાં સખત સજા અપાવવાની ખાતરી આપતા ગુસ્સે ભરાયેલી મહિલાઓ શાંત થઈ ત્યાંથી ચાલી ગઈ હતી. હાલ પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
More #Rape #Minor Girl #Virpur #LCB #Police #Arrested #Accused #Rajkot #WatchGujarat