વિદેશી નાગરિકોને લોભામણી લાલચ અને ફસાવી દેવાની ધમકી આપતા મેસેજ કરી ટોળકી છેતરતી હતી
આલ્ફાપ્લસ કોમ્પલેક્ષના 8માં માળે ચાલતુ હતુ ચિટરોનુ કોલ સેન્ટર
તમે ડ્રગ્સના કેસમાં ફસાયા છો, તમે ગેરપ્રવૃતિઓ કરો છો, તમારી લોન અટકી છે તો અમે કરી આપીશુ તેવા મેસેજ મોકલવામાં આવતા હતા.
પોલીસે બાતમીના આધારે દરોડો પાડી યુવતિ સહીત 10ની ધરપકડ કરી
રાજકોટ. અત્યાર સુધી આપણે જોયુ અને સાંભળ્યુ પણ હશે કે ટેકનોલોજીના યુગમાં વિશ્વના કોઇ પણ ખૂણામાં બેસીને બેજાબાજો લોકો સાથે રૂપિયાની ઠગાઇ કરી રહ્યાં છે. પરંતુ રાજકોટમાં એક અજુગતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વિદેશીઓને મેસેજ મારફતે ધમકી આપી રૂપિયા પડાવી લેવાનુ કૌભાંડી કોલસેન્ટર શરૂ થયુ હતુ. જોકે આ બાતની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતા દરોડો પાડી એક યુવતિ સહીત નાગાલેન્ડ અને હરિયાણાના 10 શખ્સોને દબોચી લેવામાં આવ્યાં હતા.
આ બનાવની વિગત એવી છે કે, 150 ફુટ રીંગ રોડ પર આવેલા આલ્ફાપ્લસ કોમ્પલેક્ષના આંઠમાં માળે વિદેશીઓ પાસેથી રૂપિયા પડાવનુ કોલ સેન્ટર ચાલી રહ્યું હતુ. જેમાં એક યુવિત દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતુ હોવાની માહિતી મળી રહીં છે. આ બાબત ચુંક જ સમયમાં ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા કોલ સેન્ટર પર દરોડો પાડાવમાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 10 કોમ્પ્યૂટર સહીત એક યુવિત અને 10 લોકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.
પોલીસની પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે, આ ચિટર ગેંગ કોલ સેન્ટરમાં એક ખાસ સોફટવેર જડેમલોપ કર્યું હતુ. સોફટવેરના માધ્યમથી અમેરિકા અને કેનેડમાં વસતા નાગરિકોને તમે ડ્રગ્સ કેસમાં ફસાય છો, તમે ગેરપ્રવૃતિઓ કરો છો, તમારી લોન અટકી છે અમે કરી આપીશુ. આ પ્રકારના મેસેજ મળતા વિદેશી નાગરિકો ફોન કરે એટલે રાજકોટમાં બેઠલી ચિટર ગેંગ વિદેશી નાગરિકને ધમકાવી રૂપિયાની માંગણી કરતા હતા. રૂપિયા કે ડોલર કેશમાં નહીં પરું વોલમાર્ટના વાઉચર માંગતા, વાઉચર મળ્યા બાદ તેને વટાવી ભારતિયા ચલણ હાથવગું કરી લેતા હતા. જોકે આ ચિટર ગેંગમાં અન્ય કેટલા લોકની સંડોવણી છે અને કેટલા વિદેશી નાગિરકો પાસેથી આ ગેંગ દ્વારા રૂપિયા પડાવી લેવામાં આવ્યાં છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.