• કેતનને તાલુકા પોલીસ મથકના લોકઅપમાં સજાનાં ડરથી ઓઢવા માટેના ગોદડામાંથી લીરો ફાડી લોકઅપની જાળીમાં બાંધી ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો
  • પોલીસ કર્મચારીઓની નજર પડતા તેને તુરંત અટકાવી હોસ્પિટલે ખસેડ્યો

#Rajkot - યુવતીને જીવન ટૂંકાવવા મજબૂર કરનાર 6 પૈકી એક શખ્સે લોકઅપમાં કર્યો આપઘાતનો પ્રયાસ

WatchGujarat. શહેરનાં મવડી વિસ્તારમાં એક યુવતીએ આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે 6 શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે એક આરોપી કેતન સાગઠિયાની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન કેતનને તાલુકા પોલીસ મથકના લોકઅપમાં રખાયો હતો. જ્યાં તેણે સજાનાં ડરથી ઓઢવા માટેના ગોદડામાંથી લીરો ફાડી લોકઅપની જાળીમાં બાંધી ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફરજ પરના પોલીસ કર્મચારીઓની નજર પડતા તેને તુરંત અટકાવી હોસ્પિટલે ખસેડ્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ, મૃતક યુવતી અંજલિનાં ભાઈ અનિલે બહેનના આપઘાત અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, કૌટુંબિક જમીનને લઈને જ અમારે પિતાના મોટાભાઈ જેન્તીભાઇ સાથે દોઢ વર્ષથી વિવાદ ચાલે છે. ગત 2 ડિસેમ્બરે તેમણે જેન્તીભાઇને ફોન કરી અમારી જમીન અમારા નામે કરવા માટે જણાવ્યું હતું. જેને પગલે તેમણે ફોનમાં મારી સાથે ઝઘડો કરી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં તેઓ પોતાના દિકરા પિયુષ, રાજેશ અને કિરીટને લઈ ઘરે આવી પહોંચ્યા હતા.

ત્યારબાદ તેમણે જમીનમાં ભાગ નહીં મળે તેમ કહેતા બોલાચાલી થઈ હતી. અને જેન્તીભાઈ સહિતના કુલ 6 શખ્સોએ માથાકૂટ કરતા તેમણે પોલીસને જાણ કરી હતી. જેને પગલે આરોપીઓ તો નાસી ગયા હતા. પણ અવારનવાર થતા આવા ઝઘડાથી કંટાળીને મારા બહેન અંજલીએ ગત 7 તારીખે આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. અને કેતન સાગઠીયાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

More #યુવતી #Criminal #attempted #end life #fail

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud