નશામાં એક્ટીવા ચલાવતી યુવતિએ રાહદારી સાથે અકસ્માત સર્જ્યો
અકસ્માતમાં ફંગોળાયેલી યુવતિ લથડીયા ખાતી હતી
આસપાસના લોકો મદદે આવ્યા તો પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી
સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ગયા બાદ ત્યાંથી ફરાર થઇ
WatchGujarat. શહેરના ગોંડલરોડ પર ગુરુવારે રાત્રે યુવકને અડફેટે લઈ પોતે મહિલા નશાની હાલતમાં હોવા છતાં મહિલા પોલીસ હોવાનો રોફ જમાવનાર યુવતિને પોલીસે જ ઝડપી લીધી છે. અકસ્માત બાદ ઘાયલ થતા યુવતિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે વંદના ખાંભલા ઉર્ફે વંદના ઉર્ફે વંશીકા પરસોતમભાઈ વાઘેલા નામની યુવતિએ ત્યાં પણ પોતે જ પોલીસ હોવાનો રોફ જમાવ્યો હતો. તેમજ ભક્તિનગર પોલીસ પહોંચે તે પહેલાં જ તેણીની નાસી છૂટી હતી. આજે પોલીસે એસટી વર્કશોપ નજીકથી તેને સકંજામાં લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વંદના અગાઉ હનીટ્રેપ તેમજ મર્ડરના ગુનામાં પણ ઝડપાઈ ચુકી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ગુરૂવારે રાત્રે સાડા આઠ વાગ્યે 23 વર્ષીય પાર્થ પીયુષભાઇ મહેતા નામનો યુવક પગપાળા જઈ રહ્યો હતો. આ દરમિયાન બોમ્બે ગેરજ નજીકમાં પૂરઝડપે આવી રહેલી સ્કૂટર સવાર યુવતિએ તેને ઠોકરે ચડાવ્યો હતો. અને યુવતી પણ એક્ટીવા પરથી ફંગોળાઇ ગઇ હતી. એક્ટીવામાં આગળ પાછળ નંબર પ્લેટ હતી નહીં, માત્ર અંગ્રેજીમાં S લખેલું હતું. અકસ્માત સર્જનાર યુવતી નશામાં હોય તેમ સરખી રીતે ઉભી રહી શકતી ન હતી. અને તેણે પોતાની ઓળખ મહિલા પોલીસ તરીકે આપી હતી.
બાદમાં નશામાં હોવાના કારણે થોડે દૂર પેટ્રોલ પંપ પાસે ફરીથી યુવતિ એક્ટીવામાંથી પડતાં પંપના કર્મચારીઓ તેની મદદે આવી ગયા હતા. અને 108ને જાણ કરી હતી ત્યારે પણ એ યુવતીએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. સારવાર માટે સીવીલમાં ખસેડાયેલી યુવતીએ હોસ્પિટલ ચોકીની નોંધમાં પોતાનું નામ વંદના ખાંભલા લખાવ્યું હતું. જોકે ભક્તિનગર પોલીસ તેનું નિવેદન લેવા પહોંચે તે પહેલાં વંદના ફરાર થઈ ગઈ હતી.
સમગ્ર ઘટનાને પગલે પોલીસે વંદના વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. આજે વંદના એસટી વર્કશોપ નજીક હોવાની ચોક્કસ બાતમી મળતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો. અને આ યુવતિને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વંદના બે વર્ષ અગાઉ પણ રૈયાધાર નજીક એક એપાર્ટમેન્ટમાં જામગનરના વૃધ્ધને હનીટ્રેપમાં ફસાવી હત્યા કરીને મૃતદેહ સગેવગે કરવાના ગુનામાં ઝડપાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે.