• તૌકતેને કારણે સમયે મોબાઇલ નેટવર્ક ખોરવાઇ જવાને કારણે ભારે મુશ્કેલી સર્જાઇ
  • એક દિવસની મુલાકાત બાદ પ્રધાનમંત્રીએ રાજ્યને પ્રારંભિક રૂ. 1 હજાર કરોડનું રાહત પેકેજ આપ્યું
  • વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોબાઇલ ટાવરોને પહોંચેલા નુકશાનને પહોંચી વળવા માટે તંત્ર ભારે મહેનત કરી રહ્યું છે
  • ઇન્ટ્રા સર્કલ રોમીંગની સુવિધા દ્વારા મોબાઇલ નેટવર્ક કામ ચલાઉ ધોરણે દુરસ્ત કરી શકાય છે

WatchGujarat. તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક તટીય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. તેવા સમયે મોબાઇલ નેટવર્ક ખોરવાઇ જવાને કારણે ભારે મુશ્કેલી સર્જાઇ છે. કેટલાક વિસ્તારોમાં હજી પણ મોબાઇલ નેટવર્ક પુન સ્થાપિત કરી શકાયું નથી. તેવા સમયે ભારત સરકાર દ્વારા ઇન્ટ્રા સર્કલ રોમીંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સેવા શરૂ કરવા માટે મોબાઇલ ધારકોએ નીચે મુજબના સેટીંગ પોતાના મોબાઇલમાં કરવા પડશે.

તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં સર્જાલી તારાજી બાદ બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. એક દિવસની મુલાકાત બાદ પ્રધાનમંત્રીએ રાજ્યને પ્રારંભિક રૂ. 1 હજાર કરોડનું રાહત પેકેજ આપ્યું હતું. ત્યાર બાદ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા હતા. જ્યાં તેઓએ લોકોને મદદ પહોંચાડવાની ખાતરી આપી હતી.

પરંતુ હાલ પણ કેટલાક વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક ખોરવાયું છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોબાઇલ ટાવરોને પહોંચેલા નુકશાનને પહોંચી વળવા માટે તંત્ર ભારે મહેનત કરી રહ્યું છે. તેવા સમયે સરકાર દ્વારા કામ ચલાઉ ધોરણે નેટવર્ક આપવા માટે વિશેષ સુવિધા તૈયાર કરી છે. મોબાઇલના સેટીંગમાં જરૂરી ફેરફાર કરીને આ સુવિધાનો લાભ લઇ શકાય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud