• ભાદર ડેમની સ્થાપના 66 વર્ષ પહેલા 454.75 લાખના ખર્ચે થઈ હતી
  • ડેમના પાણીનો 6 ગામની પ્રજાને અને 28000 હેક્ટર જમીનને લાભ મળે છે
  • 30 એપ્રિલ સુધીમાં તમામ દરવાજા બદલીને ડેમ પહેલા જેવો જ પુર પ્રુફ ડેમ બનાવી દેવાશે – ઈજનેર હિરેન જોશી

WatchGujarat. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા એવા ભાદર ડેમના 29 દરવાજા છેલ્લા 66 વર્ષથી અડીખમ 29 દરવાજા બદલવાનું શરૂ કરાયું છે. અને આ માટે જ રૂ. 1.75 કરોડનો ખર્ચ પણ મંજુર થયો છે. ધસમસતા પાણીના પ્રવાહનો અનેકવાર સામનો કર્યા બાદ અમુક દરવાજા થોડા ક્ષતિગ્રસ્ત બન્યા છે. તેમાં પણ 2015ના ભારે પૂરમાં 3 દરવાજા વધુ ક્ષતિગ્રસ્ત થતાં સિંચાઈ વિભાગ દ્વારા ડેમની સુરક્ષાને લઈને તમામ દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગત અનુસાર ડેમના 29 દરવાજામાં વર્ષ 2015ના ભારે પુરને કારણે નંબર 11,14 અને 24 એમ 3 ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. તત્કાલીન સમયે ડેમ પાણીથી ભરેલો હોવાથી ત્રણેય દરવાજાનું હંગામી સમારકામ ભાદર સિંચાઈ વિભાગે કર્યું હતું. અને ત્યાર બાદ ત્રણેય દરવાજાના સિલબીમ બદલી મરીન સિમેન્ટ, અન્ય મટીરીયલ્સથી દરવાજાનું રીપેરીંગ કર્યું હતું. પરંતુ ભાદર ડેમમાં પાણી સમાવવાની ક્ષમતા વધુ હોવાથી જોરદાર પુર આવે તો નબળા પડી ગયેલા દરવાજાને કારણે કોઈ અકસ્માત થાય તે પહેલાં તમામ દરવાજા બદલવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

ડેમ સાઇટનાં મદદનીશ ઈજનેર હિરેન જોશીમાં કહેવા મુજબ ભાદર ડેમના તમામ દરવાજા બદલવા માટે 1.75 કરોડ મંજૂર કરતા 10 દિવસ પૂર્વે અમદાવાદની અનાર કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ડેમના દરવાજા બદલવાનું કામ શરૂ કર્યું છે. અને 30 એપ્રિલ સુધીમાં તમામ દરવાજા બદલીને ડેમ પહેલા જેવો જ પુર પ્રુફ ડેમ બનાવી દેવાશે.

નોંધનીય છે કે, ભાદર ડેમની સ્થાપના 66 વર્ષ પહેલા રૂ. 454.75 લાખના ખર્ચે થઈ હતી. 6648 MCFT પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતા આ ડેમની કેનાલ 78 કિલોમીટર જેટલી લાંબી છે. આ ડેમના પાણીનો 6 ગામની પ્રજાને અને 28000 હેક્ટર જમીનને લાભ મળે છે. હાલ ડેમના ​​​​​​​29 તોતીંગ દરવાજા નવા ફિટ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud