• સારૂ આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ આમ આદમી પાર્ટીની પ્રાથમિકતા
  • અમારી લડાઇ ભાજપ સામે છે કેમ કે, ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે. – Dy.CM મનીષ સીસોદીયા
  • કોંગ્રેસમાં હવે દમ નથી કે તે ભાજપને હરાવી શકે

WatchGujarat. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા તેમજ દિલ્હીનાં Dy.CM મનીષ સીસોદીયા રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં સીસોદીયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. બાદમાં એક ભવ્ય રોડ શોનું આયોજન પણ કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં આપ કાર્યકરો જોડાયા હતા. આ તકે સીસોદીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ લોકોના કોઈ કામ ભાજપે કર્યા નથી. ગુજરાતમાં ખાનગી શાળાઓ ભાજપનાં નેતાઓની જ છે. ઉપરાંત દિલ્હીમાં ચાલતા ખેડૂતોના આંદોલનની અસર પણ આ ચૂંટણીમાં જોવા મળશે. ત્યારે આમ આદમી પાર્ટી લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે.

સીસોદીયાનાં જણાવ્યા અનુસાર, કૃષિ બિલને લઇને ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. તેમજ હાલ ગુજરાતમાં પણ ખેડૂતો હેરાન છે. આથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેની અસર જોવા મળશે. અને સારૂ આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ આમ આદમી પાર્ટીની પ્રાથમિકતા છે. આ બંને ક્ષેત્રે દિલ્હીમાં અમે જે કામ 5 વર્ષમાં કરીને બતાવ્યું છે તે ગુજરામાં 25 વર્ષમાં પણ થયું નથી. ગુજરાતમાં ખાનગી શાળાઓ ભાજપના લોકોની જ છે. ત્યારે આમ આદમી પાર્ટી જ ભાજપને હરાવી શકે છે. અમારી લડાઇ ભાજપ સામે છે કેમ કે, ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, લોકોને મળ્યા બાદ જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં પાણી-શિક્ષણ અંતર્ગત ઘણી સમસ્યા છે. પ્રજા ભાજપથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. અને કોંગ્રેસ લોકોનો ભરોસો પહેલેથી જ ગુમાવી ચુકી છે. ત્યારે કોંગ્રેસમાં હવે દમ નથી કે તે ભાજપને હરાવી શકે. ત્યારે આપ ત્રીજો પક્ષ નહીં પરંતુ કોંગ્રેસ ત્રીજો પક્ષ બની ચુક્યો છે. દિલ્હીમાં આંદોલન હોઈ ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વ્યસ્ત છે. પરંતુ સમય મળ્યે તેઓ પણ જરૂર આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud