પ્લોટ ઉપર બે આસામીઓએ ગેરકાયદેસર બાંધકામ કરી મકાન બનાવી લેતાં તેમને અગાઉ નોટીસ પાઠવવામાં આવી હતી
નોટીસની મુદત પુર્ણ થતા આજરોજ ડીમોલીશન કરવામાં આવ્યું હતું
બન્ને પ્લોટ ખાલી કરાવાતા મનપાની 2494 ચોરસ મિટર જમીન ખુલ્લી થઈ
WatchGujarat. મહાનગરપાલિકાની ચુંટણી પૂર્ણ થતાં તંત્રએ ડીમોલીશનની કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત આજે શહેરનાં 150 ફુટ રીંગરોડ ઉપર ઉમિયા ચોક પાસે બે સોસાયટીમાં મનપાના પ્લોટ ઉપર થયેલા ત્રણ મકાન સહિતના ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. અને રૂપિયા 10 કરોડની સરકારી જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. આ તકે અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજિલન્સ પોલીસ પણ તૈનાત રાખવામાં આવી હતી.
મનપાના ટાઉનપ્લાનિંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાનાં જણાવ્યા મુજબ, મવડીમાં ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટીપી સ્કીમ નં.21 (મવડી) અંતિમ ખંડ નં.35-સી એસ.ઈ. ડબલ્યુ. એસ. એચ., ન્યુ આકાશદિપ સોસાયટી શેરી નં.3, જય સરદાર પાન વાળી શેરીના કોર્નર ઉપર આવેલ 1361 ચોરસ મિટર પ્લોટ ઉપર વર્ષોથી બનેલા બે ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તેવી જ રીતે ટીપી સ્કીમ નં.21 (મવડી) અંતિમખંડ નં.21-એ સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ માટે અનામત રાખવામાં આવેલ પ્રમુખ નગર શેરી નં.4 ક્રિષ્ના મકાનની બાજુના પ્લોટ ઉપર થઈ ગયેલ મોટુ મકાન તોડી પાડવામાં આવેલ. જેના કારણે 1133 ચોરસ મિટર જમીન ખુલ્લી થઈ હતી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આકાશદિપ સોસા.માં પણ સાર્વજનિક પ્લોટ એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે અનામત રાખવામાં આવ્યો છે. પરંતુ, આ પ્લોટ ઉપર બે આસામીઓએ ગેરકાયદેસર બાંધકામ કરી મકાન બનાવી લેતાં તેમને અગાઉ નોટીસ પાઠવવામાં આવી હતી. જેની મુદત પૂર્ણ થતાં આજરોજ ડીમોલીશન કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રમુખનગર શેરી નં.4માં ક્રિષ્ના મકાનની બાજુમાં સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ માટે અનામત રાખવામાં આવેલ પ્લોટ પર એક આસામીએ વર્ષોથી પાકુ મકાન બનાવી લીધાનું ધ્યાનમાં આવતા તેમને નિયમ મુજબ નોટીસ પાઠવવામાં આવી હતી. બાદમાં આજે આ મકાનની ડીમોલીશન કરી જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.
જમીનની કિંમત અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, ટીપી વિભાગે આકાશદિપમાં બે મકાનનું ડીમોલીશન કરી 1361 ચોરસ મિટર જમીન ખુલ્લી કરાવી હતી. જેની અંદાજિત કિંમત રૂ. 5.44 કરોડ છે. જ્યારે પ્રમુખ નગરમાં એક મકાનનું ડીમોલીશન કરી 1133 ચોરસ મિટર જમીન ખુલ્લી કરાવાઈ હતી. જેની બજાર કિંમત રૂ. 4.53 કરોડ છે. આમ બન્ને પ્લોટ ખાલી કરાવાતા મનપાની 2494 ચોરસ મિટર જમીન ખુલ્લી થઈ હતી. જેની બજાર કિંમત 9.97 કરોડ છે.