ચરણસિંહ ગોહિલના પત્ની ચેતનાબેન, પુત્રી ગરીમા અને સાળા ધનંજ્યસિંહ ચુડાસમા કાર લઇને ભાવનગર તરફ જઇ રહ્યાં હતા
દરમિયાન ટ્રકની ટક્કરે અકસ્માત સર્જાયો હતો
મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું
WatchGujarat. સરકાર અને પોલીસ તંત્રનાં અથાક પ્રયાસો છતાં અકસ્માતોનો સિલસિલો અટકતો નથી. ત્યારે આજે ગઢડા તાલુકાના માંડવા અને ઢસા ગામ વચ્ચે કાર અને આઇશર વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી અને સાળાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી ગયા હતા. અને બચાવ કામગીરી હાથ ધરી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના પત્ની ચેતનાબેન, પુત્રી ગરીમા અને સાળા ધનંજ્યસિંહ ચુડાસમા કાર લઇને ભાવનગર તરફ જઇ રહ્યાં હતા. દરમિયાન ગઢડાના માંડવા અને ઢસા ગામ વચ્ચે આવેલા બ્રીજ પર તેની કારની આઈશર સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ઘટનાને પગલે સ્થાનિકો દોડી ગયા હતા. અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અને પ્રાથમિક તપાસમાં રાજકોટના ડે.કલેક્ટર ચરણસિંહ ગોહિલનો પરિવારને અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળતા ગઢડા મામલતદાર, ડે.કલેક્ટર અને રાજપુત સમાજના આગેવાનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાલ પોલીસે મૃતદેહોને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.