• પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાં હોદ્દેદારોએ ડીડીઓ પાસે ફોર્મ રજૂ કર્યા
  • કોંગ્રેસ ઉમેદવારો પોતાના ફોર્મ મૂકે તેવી શક્યતા નહિવત હોઈ તમામની બિનહરીફ વરણી થવી લગભગ નિશ્ચિત
  • તમામ સમાજને પ્રતિનિધિત્વ મળે તેવી શક્યતા

WatchGujarat. જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપે શાસન મેળવ્યા બાદ હવે પદાધિકારીઓની વરણી કરશે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સૌથી આગળ ગણાતા ભુપત બોદર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો  છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે જસદણની પીપરડી સીટ પરથી વિજેતા થયેલા સવિતાબેન નાથાણી, કારોબારી ચેરમેન તરીકે ગોંડલ તાલુકામાંથી જંગી લીડ મેળવનારા સહદેવસિંહ જાડેજાની વરણી કરાઈ છે. આ તમામેં આજે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

આજરોજ પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાં આ હોદ્દેદારોએ ડીડીઓ પાસે ફોર્મ રજૂ કર્યા હતા. બુધવારે કલેકટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે. જોકે કોંગ્રેસ ઉમેદવારો પોતાના ફોર્મ મૂકે તેવી શક્યતા નહિવત હોઈ તમામની બિનહરીફ વરણી થવી લગભગ નિશ્ચિત જ માનવામાં આવી રહી છે. ભાજપનાં પ્રમુખ લેઉવા પટેલ ઉપરાંત ઉપપ્રમુખ કોળી અને કારોબારી ચેરમેન ક્ષત્રિય તેમજ પક્ષના નેતા કડવા પટેલ તો દંડક પોતે લેઉવા પટેલ સમાજનાં હોવાથી આ તમામ સમાજને પ્રતિનિધિત્વ મળશે.

જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાના જણાવ્યા અનુસાર જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ભુપત બોદર અને કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા નિમાયા છે. ઉપપ્રમુખ સવિતાબેન મકવાણા(પીપરડી-જસદણ), કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા (કોલીથડ), તો પક્ષના નેતા વિરલ પનારા (ઉપલેટા) અને દંડક તરીકે અલ્પાબેન તોગડીયા (લોધિકા)ની નિમણુંક કરવામાં આવી છે. પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ કારોબારી, આરોગ્ય, બાંધકામ, સિંચાઈ સહિતની સમિતિઓનાં સભ્યોની વરણી કરવામાં આવશે. તમામ સમિતિઓની પછી અલગથી બેઠક મળશે. જેમાં જે-તે સમિતિઓનાં ચેરમેનની વરણી કરાશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud