• રાજકોટ જિલ્લા પંચાયતમાં 36 માંથી 25 બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી
  • રાજકોટ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં વિધિવત રીતે પ્રમુખ તરીકે ભુપત બોદરની વરણી થઈ છે
  • પ્રમુખપદે વરાયા બાદ હવે ભુપત બોદર 6 દિવસની અંદર નવું બોર્ડ પણ બોલાવશે

WatchGujarat. જિલ્લા પંચાયતના નવા સુકાનીઓ દ્વારા  ગઇકાલે પોતાનું ફોર્મ ભરી અને DDOને સુપ્રત કરાયું હતું. અને આજે કલેક્ટરની અધ્યક્ષતામાં તેની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ ભુપત બોદર અને ઉપપ્રમુખ સવિતાબેન વાસાણીને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીનાં પરિણામ જાહેર થયા બાદ આજે જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં વિધિવત રીતે પ્રમુખ તરીકે ભુપત બોદરની વરણી થઈ છે. જેના નામની દરખાસ્ત પીજી ક્યાડા દ્વારા કરવામાં આવી હતી. તો ઉપપ્રમુખ તરીકે સવિતાબેનની વરણી થઈ છે. જેના નામની દરખાસ્ત મોહનભાઈ દફડા દ્વારા કરવામાં આવી હતી. આજે પ્રમુખપદે વરાયા બાદ હવે બોદર 6 દિવસની અંદર નવું બોર્ડ પણ બોલાવશે. જેમાં  બજેટ અને અન્ય સમિતિઓની રચના કરવામાં આવશે આ સમિતિઓમાં 8 મુખ્ય સમિતિ છે. જેમાં શિક્ષણ, બાંધકામ,સામાજિક કલ્યાણ સહિતનો સમાવેશ થાય છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં 36માંથી 25 બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી. ત્યારબાદ શનિવારે પ્રમુખ-ઉપપ્રમુખ માટેની ચૂંટણી પુર્વે નવા સુકાનીઓના નામો નક્કી કરવા ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી હતી. જેમાં પ્રમુખપદ માટે ત્રંબાથી ચુંટાયેલા ભુપત બોદર તથા જેતપુરના થાણાગલોલથી ચુંટાયેલા પી.જી.કિયાડાના નામ રજુ થયા હતા. બન્ને નામા પર ખેંચતાણ હતી. એક જૂથ ભુપત બોદરની ખુલ્લેઆમ તરફેણમાં હતું જયારે બીજુ જુથ તેની વિરુદ્ધ જઈને કિયાડાની તરફેણમાં હતું.

સંસદીય બોર્ડની બેઠકમાં બન્ને નામ રજુ થઈ ગયા અને બેઠક પૂર્ણ થયા પછી પણ ભૂપત બોદર વિરોધી જુથ દ્વારા ઘણા ધમપછાડા કરવામાં આવ્યા હતા. ભુપત બોદરનાં વિરોધી જુથ દ્વારા તેમનાં ટોચના રાજકીય નેતાઓ સાથેના ધંધાકીય સંબંધો જેવા વ્યકિતગત મુદાઓ પણ આગળ ધરવામાં આવ્યા હતા. પરંતૂ રવિવારે ફરી ચિત્ર પલટાઈ ગયુ હતુ. રાજયના કેટલાંક સીનીયર અને વગદાર આગેવાનો મેદાને આવ્યા હતા. વ્યકિતગત ધંધાકીય સંબંધોને રાજકારણ સાથે નહિં જોડવા નેતાગીરીને સલાહ આપી હતી. જેને પગલે જ ભુપત બોદરનાં નામ પર આખરી મહોર મારવા ટોચની નેતાગીરી સંમત થઈ હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud