રેસકોર્સ રીંગ રોડમાં આવેલ લવ ગાર્ડનમાં ગઇકાલે સાંજે એક મહિલાએ ઝેરી દવા પી ઝીંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો
આપઘાતનો પ્રયાસ કરનાર મહીલા વિરૂદ્ધ અગાઉ અંદાજે બે સપ્તાહ પહેલા માલવિયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ ચૂકી છે.
ઝેરી દવા ગટગટાવી ગયાં બાદ સારવારમાં રહેલી હિરલ સામે સસરા નિવૃત્ત શિક્ષક મનજીભાઇ સાવલિયાએ માલવિયાનગર પોલીસ મથકમાં બે સપ્તાહ પહેલા જ અરજી આપી
WatchGujarat. શહેરના રેસકોર્સ રીંગ રોડમાં આવેલ લવ ગાર્ડનમાં ગઇકાલે સાંજે એક મહિલાએ ઝેરી દવા પી ઝીંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતાં જ 108 તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સમગ્ર મામલે પ્ર.નગર પોલીસ દ્વારા તેમની પુછતાછ હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ આપઘાતનો પ્રયાસ કરનાર મહીલા વિરૂદ્ધ અગાઉ અંદાજે બે સપ્તાહ પહેલા માલવિયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ ચૂકી છે. જે ખુદ તેનાં સાસુ સસરાએ નોંધાવી હોવાનુ સામે આવ્યું છે. જેમાં મહિલાનાં સસરાએ પુત્રવધુ વિરુધ્ધ માનસીક ત્રાસ આપતા હોવાની અને પિતાનાં વિરુધ્ધ ખેટા કેસ કરવાની ધમકી આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો.
સારવાર લઇ રહેલી મહિલાની જ્યારે પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી, જેમા તે ગોંડલ રહેતી હિરલ લક્ષીત સાવલીયા હોવાનું જણાવ્યું હતુ. તેને સંતાનમાં એક પુત્રી છે. આ દરમિયાન તેણે જણાવ્યુ કે થોડા દિવસ પહેલા ઘરકંકાશને કારણે પતિ લક્ષીત તેના માતા-પિતા તેમજ પુત્રીને લઇ રાજકોટ રહેવા ગયાં હતા. બાદમાં તે પુત્રીને મળવા ગોંડલથી રાજકોટ આવી હતી. પરંતુ પતિ અને સાસુ-સસરાએ મળવા નહિ દેતા આખરે આ પગલું ભર્યાનું તેમજ નણંદ સહિતનાઓ પણ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.
ઝેરી દવા ગટગટાવી ગયાં બાદ સારવારમાં રહેલી હિરલ સામે સસરા નિવૃત્ત શિક્ષક મનજીભાઇ સાવલિયાએ માલવિયાનગર પોલીસ મથકમાં બે સપ્તાહ પહેલા જ અરજી આપી હતી. જેમાં જણાવ્યા મુજબ લગ્ન થયાના થોડા સમય બાદ પુત્રવધૂએ મારા પરિવાર ઉપર માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. તો સાથે પુત્ર તેમજ પૌત્રી સાથે મારઝૂડ પણ શરૂ કરી હતી. જે કારણોસર પુત્ર તેની દીકરી સાથે રાજકોટ રહેવા આવી ગયો હોવાનું જણાવ્યું હતું.