છેલ્લા કેટલાક દિવસથી પોતે વિધવા પુત્રવધુ અમૃતાબેન સાથે રહેતી
સોમવારે રાતે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો
પુત્રવધુ કુંદને 'તમે ન રાખો તો અમારે રાખવા પડેને' તેમ કહેતા અમૃતાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો
WatchGujarat. અગાઉના સમયમાં સાસુ તેની પુત્રવધુને ત્રાસ આપતી હોવાનાં કિસ્સાઓ સામે આવતા હતા. ત્યારે હાલ સમય બદલાતા ઉલ્ટું પુત્રવધુ વૃદ્ધ સાસુ પર ત્રાસ ગુજારતી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ પ્રકારનો એક કિસ્સો શહેરનાં જામનગર રોડ પર સામે આવ્યો છે. જેમાં સાસુ-વહુ વચ્ચે બોલાચાલી બાદ ગુસ્સે થયેલી વિધવા પુત્રવધૂએ સળગતા પ્રાઇમસનો ઘા કરતા વૃદ્ધ સાસુને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. દરમિયાન આગ ઠારવા જતા વૃદ્ધાનો પુત્ર પણ દાઝી ગયો હતો. હાલ વૃદ્ધાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી પુત્રવધુ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે મનહરપુર -1 વિસ્તારમાં રહેતા દેવુબેન નાનજીભાઇ મકવાણા નામના 70 વર્ષીય વૃદ્ધાએ જ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ આરોપી તરીકે વિધવા પુત્રવધૂ અમૃત વસંતભાઇ મકવાણાનું નામ આપ્યું છે. વૃદ્ધાનાં કહેવા મુજબ તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે, બંને પુત્રી સાસરે છે. બે પુત્ર પૈકી નાના પુત્ર વસંતનું ત્રણ વર્ષ પહેલા મોત નીપજ્યા બાદ પોતે નજીક જ રહેતા મોટા પુત્ર શંકરને ત્યાં થોડા દિવસ રહેતા હતા. અને છેલ્લા કેટલાક દિવસથી પોતે વિધવા પુત્રવધુ અમૃતાબેન સાથે રહે છે.
જોકે નાની વિધવા પુત્રવધુ અમૃતાબેન સાથે વારંવાર સામાન્ય બાબતે ઝઘડાઓ થઇ રહ્યા છે. સોમવારે રાતે પણ આવો જ એક ઝઘડો થયો હતો. જેને પગલે વધુ વિવાદ ન થાય તે માટે મંગળવારે સવારે તેઓ પૌત્રને લઇ મોટા પુત્ર શંકરને ત્યાં ચાલ્યા ગયા હતા. દરમિયાન બપોરે પુત્ર શંકર સાથે તેના ઘરે બેઠા હતા ત્યારે અમૃતા અચાનક ધસી આવી હતી. અને મોટી પુત્રવધુ કુંદનને તમે આ ડોશીને શું કામ અહીં રાખો છો ? કહેતા ત્યાં પ્રાઇમસ પર રોટલી બનાવી રહેલી પુત્રવધુ કુંદને 'તમે ન રાખો તો અમારે રાખવા પડેને' તેમ કહેતા અમૃતાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
એટલું જ નહીં અમૃતાએ ચાલુ પ્રાઇમસ ઉપાડી સાસુ પર ઘા કર્યો હતો. અને બાદમાં પોતે ત્યાંથી ચાલી ગઈ હતી. બીજીતરફ સળગતો પ્રાઇમસ ફેંકવામાં આવતા પોતે પહેરેલા કપડાં આગમાં લપેટાયા હતા. આ સમયે પુત્રએ તુરંત દોડી આવી આગ બુઝાવતા પોતે પણ દાઝી ગયો હતો. વૃદ્ધાએ નોંધાવેલી આ ફરિયાદને આધારે હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.