• રાજકોટનાં ગંગોત્રી ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી આ માસુમ બાળક ધૈર્યરાજસિંહ માટે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે
  • મુહિમમાં શહેરનાં નવનિયુક્ત મેયર પ્રદીપ ડવ અને રા. લો. સંઘ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત કરણી સેનાનાં જે.પી. જાડેજા સહિતનાં લોકો રસ્તા પર ઉતર્યા
  • વધુમાં વધુ લોકો આ મુહિમમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી રહી છે

WatchGujarat. મહીસાગરનાં કાનેસર ગામનાં ત્રણ માસનાં માસુમ બાળક માટે દાન એકઠું કરવા રિવાબા જાડેજા સહિતનાં સેલિબ્રિટીઓની અપીલ બાદ ગંગોત્રી ગ્રુપનાં સભ્યો તેમજ રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના પણ મેદાને આવી છે. આ ગ્રુપનાં સભ્યો દ્વારા શહેરનાં મુખ્ય રસ્તા પર ઉભા રહી દાન એકઠું કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મુહિમમાં શહેરનાં નવનિયુક્ત મેયર પ્રદીપ ડવ અને રા. લો. સંઘ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત કરણી સેનાનાં જે.પી. જાડેજા સહિતનાં લોકો રસ્તા પર ઉતરી ગયા છે. આ મુહિમ નિહાળીને પ્રભાવિત બનેલા એક વ્યક્તિએ તો પોતાની સોનાની વીંટી કાઢીને દાન કરી દીધી હતી. એટલું જ નહીં ગુપ્ત દાનમાં માનનાર આ વ્યક્તિએ પોતાનું નામ તો નહીં કાર નંબર આપવાનો પણ ઇન્કાર કર્યો હતો.

રાજકોટનાં ગંગોત્રી ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી આ માસુમ બાળક ધૈર્યરાજસિંહ માટે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે દિગ્ગજ રાજનેતાઓ સાથે લોકગાયક દેવાયત ખાવડ પણ આ મુહિમમાં જોડાઈને રસ્તા પર ઉતર્યા હતા. અને રાજકોટની જનતાએ 25 લાખ રૂપિયા જેટલી રકમ આપી દીધી હોવાનું પણ આ સંસ્થાનાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે માસુમ માટેની જરૂરિયાત ઘણી મોટી હોવાથી વધુમાં વધુ લોકો આ મુહિમમાં જોડાય તેવી અપીલ સંસ્થા દ્વારા કરાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, મહીસાગરના કાનેસર ગામનાં ત્રણ મહિનાનાં ધૈર્યરાજસિંહ રાઠોડે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેને SMA-1 (Spinal Muscular Atrophy Fact Sheet) કહેવામાં આવે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે. આ માટે એક ખાસ ઇન્જેક્શનની જરૂર છે. જેની કિંમત અંદાજીત 16 કરોડથી વધુ હોય વિવિધ સંસ્થાઓ દ્વારા માસુમ માટે દાનની અપીલ કરવામાં આવી રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud