• મુંબઈના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને નકલી ફેબિફ્લૂ અંગે જાણકારી આપવામાં આવી
  • રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા રાજકોટના મંગળા રોડ પર આવેલા પરિશ્રમ પ્લાઝામાં ઓન્કોવેક નામની ફાર્મા એજન્સીમાં રેડ પાડવામાં આવી
  • રેડમાં ટીમને રૂપિયા 6 લાખની કિંમતની 4500થી વધુ ટેબ્લેટ મળી આવી

WatchGujarat. ગુજરાતમાં કોરોના કાળની આફતમાં પણ કેટલાક લેભાગુ તત્વો અવસર શોધે છે. અને એક બાદ એક દવાઓનાં કાળા બજાર સામે આવી રહ્યા છે. આ પહેલા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન પણ હજારોની કિંમતોમાં વેચ્યા હતા. ગઈકાલે જ મ્યુકરમાઇકોસીસનાં ઇન્જેક્શનનાં કાળા બજારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ત્યારે હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી ફેબિફ્લુ દવાઓના કારોબારનો ભાંડો ફોડી નાખ્યો છે. અને રૂ. 6 લાખની કિંમતની 4500થી વધુ ટેબ્લેટ જપ્ત કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ, મુંબઈના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને નકલી ફેબિફ્લૂ અંગે જાણકારી આપવામાં આવી હતી. જે બાદ રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા રાજકોટના મંગળા રોડ પર આવેલા પરિશ્રમ પ્લાઝામાં ઓન્કોવેક નામની ફાર્મા એજન્સીમાં રેડ પાડવામાં આવી હતી. અહીંથી ટીમને રૂપિયા 6 લાખની કિંમતની 4500થી વધુ ટેબ્લેટ મળી આવી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ટેબ્લેટ કબજે કરવામાં આવી છે. આ ટેબ્લેટ ઉપર ઉત્પાદકનું નામ લખવામાં આવ્યું નથી, દવા બનાવવા માટે વપરાયેલ સામગ્રી, એક્સપાયરી ડેટ તેમજ લાયસન્સ નંબર સહિતની માહિતી દર્શાવવામાં આવી નથી. જેને લઈને દવાઓ નકલી હોવાની આશંકાએ તેના નમુનાં લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આ ફાર્મા એજન્સીના સંચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીમાં એકબાજુ પોતાના સગાંઓને બચાવવા માટે પરિવારજનો સંપત્તિ સહિતની વસ્તુઓ વેચીને પણ ઊંચા ભાવે દવાઓ ખરીદીને લાવી રહ્યા છે. તો બીજી બાજુ અમુક લોકો માનવતા નેવે મુકીને પૈસાને જ તેનો પરમેશ્વર ગણીને પોતાના ખિસ્સા ભરવા માટે નકલી દવાઓ પકડાવતા પણ અચકાતા નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud