• કોરોના કાળમાં નિયમોનું ઉલ્લંઘન કરવાની બેદરકારી જીવલેણ નિવડી શકે છે
  • મહામારીને ધ્યાને રાખીને પોલીસ કમિશ્નર દ્વારા સક્ષમ અધિકારીની પરવાનગી વગર અને અધિકૃત/ગેર કાયદેસર રીતે ચાર કે ચારથી વધુ લોકોએ એક સાથે કોઇ પણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
  • તકદીર આઇસ ગોલા નામથી ગોલાના પાર્સલ હોમ ડીલીવરી કરવા નીકળેલા વેપારીને પોલીસે પકડી પાડ્યો

WatchGujarat. એકતરફ કોરોનાનો કહેર વરસી રહ્યો છે. તો બીજીતરફ વધુ સતર્ક બનવાને બદલે લોકો પણ વધુને વધુ બેદરકાર બનતા હોય તેવું લાગી રહ્યું છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરમાં ચાલતા રાત્રી કર્ફ્યૂ વચ્ચે આઈસ ગોલાની હોમ ડિલિવરી થતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તકદીર આઇસ ગોલા નામથી ગોલાના પાર્સલ હોમ ડીલેવરી કરવા નીકળેલા વેપારીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

હાલમાં કોરોના વાઇરસનાં વધતા સંક્રમણને અટકાવવા ગુજરાત સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યૂ જાહેર કરાયો છે. સાથે જ પોલીસ કમિશ્નર દ્વારા સક્ષમ અધિકારીની પરવાનગી વગર અને અધિકૃત/ગેર કાયદેસર રીતે ચાર કે ચારથી વધુ લોકોએ એક સાથે કોઇ પણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને સબંધીત જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અંતર્ગત ભક્તિનગર પોલીસ કર્ફયુની અમલવારી કરાવવા પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન સહકાર મેઇન રોડ ઉપર આવેલ શ્રીનગર સોસાયટી ખાતે રહેતો તેમજ ભકિતનગર સર્કલ ખાતે તકદીર આઇસ ગોલાના નામથી લારી રાખી વેપાર કરતો ઇસમ કર્ફયુ સમય દરમ્યાન પોતાના રહેણાંક ઘરેથી આઇસ ગોલાના પાર્સલો બનાવી લોકોને હોમ ડીલેવરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેને આધારે જલારામ ચોક ખાતેથી આઇસ ગોલાની હોમ ડીલેવરી કરવા જતા જયેશ અરવિંદભાઇ વ્યાસને ઝડપી લીધો છે. તેમજ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud