• દરરોજ વધતા કેસો અને વધતા મૃત્યુદર સામે તંત્ર પણ નિષ્ફળ સાબીત થયું છે – કોંગ્રેસ અગ્રણી રણજીત મૂંધવા
  • હાલ સિવિલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં હાલ તમામ બેડ ફૂલ થઇ ગયા છે
  • કોરોના કટોકટીના સમયે પણ ચુંટાયેલા પ્રતિનીધીઓ નહિ દેખાવવાને કારણે લોકોમાં રોષ

WatchGujarat. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર વચ્ચે લોકો ટપોટપ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે જ લોકોના કિંમતી મત મેળવી, એસી ચેમ્બરમાં બેસી ગયેલા શાસક પક્ષના ધારાસભ્યો એસી ચેમ્બરમાંથી બહાર નીકળી લોકોની વ્યથા સાંભળે અને જરૂરિયાત મુજબની સાધન સામગ્રીજેવી કે બેડ, ઓક્સીઝન, તબીબી સ્ટાફ વગેરે ઉપલબ્ધ કરાવવા જહેમત ઉઠાવે તેવી માંગ કોંગ્રેસે કરી છે. સાથે જ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ધરણાં યોજીને આ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસ અગ્રણી રણજીત મૂંધવાએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે. દરરોજ વધતા કેસો અને વધતા મૃત્યુદર સામે તંત્ર પણ નિષ્ફળ સાબીત થયું છે. જોકે આ સ્થિતિનું નિર્માણ ચૂંટાઈને એસી ચેમ્બરમાં બેસી ગયેલા ધારાસભ્યોના પાપે જ થયું છે. દરરોજ વધતા કેસો સામે હોસ્પિટલ અને બેડની પૂરતી સુવિધા નહિ હોવાથી દર્દીઓ સારવારના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. તો બીજી તરફ પ્રજાના કિંમતી મત મેળવીને ચૂંટાયેલા ધારાસભ્યો એસી ચેમ્બરની બહાર પણ નીકળતા નથી.

ત્યારે આ કહેવાતા પ્રજાના સેવકોને અત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને એસી ચેમ્બર અને પોતાનું ઘર અને વૈભવી લાઈફ સ્ટાઇલ છોડી સિવિલ હોસ્પિટલમાં પડાવ નાખવો જોઇએ અને દર્દીઓને એકપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું દયાન રાખવું જોઈએ. હાલ સિવિલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં હાલ તમામ બેડ ફૂલ થઇ ગયા છે, અને દર્દીનો ધસારો એટલો છે કે કોવીડ હોસ્પિટલમાં પૂરતો તબીબી સ્ટાફ પણ નહિ હોવાથી તબીબો ઉપર પણ કામનું ભારણ વધી રહ્યું છે. બીજી તરફ ઓક્સીઝનની પણ ઘટ છે. આવી પરિસ્થિતિમાં દરેક મુદ્દાઓનું નિરીક્ષણ કરી ખૂટતા બેડ, તબીબી સ્ટાફ, જરૂરી સાધનો, ઓક્સીઝન વગેરે સુવિધાઓ તાત્કાલિક યુદ્ધના ધોરણે પુરા પાડવા માટે ખોબલે ખોબલે મત લેનાર ધારાસભ્યો અને સાંસદોએ આગળ આવવું જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud