અશોક વાઢેર દારુ ઢીંચીને ચાર ડાન્સર સાથે નાચી રહ્યાં છે
ભાજપના પુર્વ નેતાનો વિડીયો વાઇરલ થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશ પહોંચ્યો
વિડીયો ક્યાંનો અને કેટલા સમય પહેલા રેકોર્ડ થયો છે તે અંગે કોઈ માહિતી મળી નથી
WatchGujarat. મહુવામાં ભાજપ સાથે છેડો ફાડી વિકાસ સમિતિના બેનર હેઠળ ચૂંટણી લડી રહેલા અશોક વાઢેરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ડાન્સર સાથે ઠુમકા લગાવી રહ્યા છે. અશોક વાઢેરનો આક્ષેપ છે કે ભાજપે બદનામી કરવાના ઈરાદાથી આ વીડિયો વહેતો કર્યો છે. સાથે જ તેમણે આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ પોતે નહીં હોવાનું પણ જણાવ્યું છે. તો શહેર ભાજપ પ્રમુખે પોતે જ આ વિડીયો વાયરલ કર્યો હોવાનું જણાવતા રાજકારણ ગરમાયું છે.
https://twitter.com/WatchGujarat/status/1364915683339825154?s=20
વીડિયોમાં જોઈ શકાય છે કે અશોક વાઢેર દારુ ઢીંચીને ડાન્સરો સાથે ઠુમકા લગાવી રહ્યા હોવાનું અનુમાન છે. જેમાં તે એક નહિ, ચાર-ચાર ડાન્સર સાથે નાચી રહ્યાં છે. અને ડાન્સરના દુપટ્ટામાં પોતાનું મોઢું નાંખીને તથા ડાન્સરની કમરમાં હાથ નાંખી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે બીજા કોઈ યુવક પણ જોવા મળી રહ્યા છે. જો કે આ વિડીયો ક્યાનો અને કેટલા સમય પહેલા રેકોર્ડ થયો છે તે અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ અશોક વાઢેરે આ વાયરલ વીડિયો મામલે પોલીસમાં અરજી આપી આ વીડિયો દ્વારા તેમનેબદનામ કરવાનું કાવતરું ઘડાયું હોવાનો આરોપ લગાવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મહુવા શહેર ભાજપનાં પ્રમુખ રજની ઠાકરે 24 ફેબ્રુઆરીએ વીડિયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. રજની ઠાકરે પોતે પણ આ વિડીયો વાયરલ કર્યાનો સ્વીકાર કર્યો છે. અને કહ્યું છે કે, આ વીડિયો મેં જ વાયરલ કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની રેલીમાં કાર્યક્રમ પહેલા ખાલી ખુરશીના ફોટો પાડીને તેને સોશિયલ મીડિયા પર જે રીતે વાયરલ કરવામાં આવ્યા છે, તેના જવાબમાં આ વીડિયો વાયરલ કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
watchgujarat.com આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.