• કોરોનાને કારણે આખુય પરિવાર વિખેરાયુ
  • નાનકડા શિવરાજગઢમાં માત્ર ત્રણ દિવસના અંતરે ઠુંમર પરિવારે પોતાની વ્હાલી દિકરી અને ઘરના આધારસ્તંભ એવા તેના પિતાને ગુમાવવાનો વારો આવ્યો
  • કોરોનાની સુનામીને કારણે કટોકટીભરી સ્થિતીનું નિર્માણ થયું છે

WatchGujarat. કાળમુખા કોરોનાનાને કારણે અનેક લોકોને પોતાના સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં પરિજનનાં મોતનાં આઘાતમાં જ બીજાનું મોત થયાનું પણ અવારનવાર સામે આવી રહ્યું છે. આવી જ વધુ બે ઘટનાઓ સામે આવી છે. જેમાં એક કિસ્સામાં પુત્રીનું કોરોનાથી મોત થયાનાં ત્રીજા દિવસે પિતાએ પણ દમ તોડ્યો હતો. તો અન્ય કિસ્સામાં પત્નીનાં નિધન બાદ પતિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

પ્રથમ બનાવની વાત કરીએ તો ગોંડલથી 18 કિમી દૂર આવેલા શિવરાજગઢમાં છેલ્લા મહિનામાં અંદાજિત 30થી વધુ કોરોના સંક્રમિત વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. ગામમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી સપનાબેન દામજીભાઈ ઠુંમર નામની 23 વર્ષીય યુવતીએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને દીકરીનું મૃત્યુ થયા બાદ માત્ર ત્રણ દિવસના જ અંતરે લાડકી દીકરીના પિતા દામજીભાઈ ઠુંમરે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ નાનકડા શિવરાજગઢમાં માત્ર ત્રણ દિવસના અંતરે ઠુંમર પરિવારે પોતાની વ્હાલી દિકરી અને ઘરના આધારસ્તંભ એવા તેના પિતાને ગુમાવવાનો વારો આવ્યો છે.

બીજી ઘટનામાં શિવરાજગઢ ગામે જલારામ મંદિરના પ્રણેતા અને ખેતીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા બાબુભાઈ લુણાગરિયાના પત્ની લાભુબેનનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પત્નીના નિધન બાદ ત્રણ દિવસની અંદર જ બાબુભાઈ લુણાગરિયાનું  પણ મોત થયું હતું. અને માત્ર ત્રણ દિવસનાં જ ટૂંકા સમયગાળામાં લુણાગરીયા પરિવાર ઘરની છત સમાન મોભીઓને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud