ઘરના ઓરડામાં યુવતિને બદતર હાલતમાં રાખવામાં આવી હોવાના આક્ષેપો સાથે સેવાનું કામ કરતી સંસ્થાના લોકોએ આ યુવતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી
અલ્પાબેન બિમાર હતી, ચારેક દિવસથી ઉલ્ટીઓ થતી હોઇ અમે તેની દવા સારવાર પણ કરાવતાં હતાં - પરિન્દાબેન
અમે મરણિયો પ્રયાસ કર્યો હતો - સેવા ગ્રુપના જલ્પા પટેલ
WatchGujarat. સાધુ વાસવાણી રોડ પર રહેતી અલ્પાબેન મહેન્દ્રભાઇ સેજપાલ નામની યુવતિને બિમાર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ આજે સવારે તેણીએ દમ તોડી દીધો હતો. ઘરના ઓરડામાં આ યુવતિને બદતર હાલતમાં રાખવામાં આવી હોવાના આક્ષેપો સાથે સેવાનું કામ કરતી સંસ્થાના લોકોએ આ યુવતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. અને તેણીનું મોત નિપજતાં સાથી સેવા ટ્રસ્ટના અલ્પાબેન પીએમ રૂમ પાસે પહોંચ્યા હતા. અને આ માટે પરિવાર જવાબદાર હોવાનું જણાવતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. દરમિયાન મૃતકના માતા-બહેને ટ્રસ્ટની મદદ પર સવાલો ઉઠાવી આક્રંદ મચાવ્યો હતો.
મૃતકનાં માતા હર્ષાબેન અને બહેન પરિન્દાબેને આક્રંદ સાથે જણાવ્યું હતું કે અલ્પાબેન બિમાર હતી, ચારેક દિવસથી ઉલ્ટીઓ થતી હોઇ અમે તેની દવા સારવાર પણ કરાવતાં હતાં. અમારે વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવી હોવાથી આર્થિક મદદ માટે પ્રયાસ કરતાં હતાં. દરમિયાન અલ્પાબેનને ફરજીયાત સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી. અમે કોઇ ગુનો કર્યો ન હોવા છતાં પણ અમને સતત ડરાવવા અને ધમકાવવામાં આવ્યા હતાં. મદદનો આ કેવો પ્રકાર છે એ સમજાતું નથી.
પરિન્દાબેને વધુમાં કહ્યું હતું કે અમારી બહેન ભણેલી ગણેલી અને અમારા માટે આધારસ્તંભ બનવાની હતી. ત્યારે અમે શા માટે જાણી જોઇ તેને બદતર હાલતમાં ધકેલીએ? અમારી સાથે એવું વર્તન કરાયું હતું કે જાણે અમે ગુનેગાર હોઇએ, ડરાવી ધમકાવીને અમને ધરાર અલ્પાબેનને સિવિલ હોસ્પિટલમાં લઇ જવા ઉપરાંત હોસ્પિટલે આવ્યા પછી પણ સતત અમે ખોટુ કર્યુ છે તેવું સ્વીકારી લેવા દબાણ કરવામાં આવ્યું હતું. અમે જો ખોટુ કર્યુ હોય તો અમને જે સજા મળે એ મંજુર છે.
બીજીતરફ સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલે જણાવ્યું હતું કે, અમે મરણિયો પ્રયાસ કર્યો હતો. જો અમે તેને બહાર ન લાવ્યા હોત તો આ દીકરી ઘરમાં મૃત્યુ પામી હોત તેમાં શંકાને સ્થાન નથી. સમગ્ર મામલે પરિવારનું કોઈ પ્લાનિંગ હોઈ તેને હત્યા જ ગણવી જોઈએ. અને અમારી માંગ છે કે, આ અંગે ઉંડી તપાસ કરી આ માટે જવાબદાર હોય તેને કડકમાં કડક સજા થવી જોઈએ. જો કે હાલ તો આ લોકો જીતી ગયા છે. અને અમારું જીવ બચાવો અભિયાન હતું તેમાં અમે જ હારી ગયા છીએ.