#Rajkot- સુશિક્ષીત સંતાનોને રૂમમાં પુરી રાખવા મામલે પિતાની શંકાસ્પદ ભૂમિકા, 10 દિવસ બાદ અમારી ટીમ ત્રણેયનો કબ્જો લેશે : જલ્પાબેન પટેલ

  • બે ભાઈની માનસિક સ્થિતિ ખરાબ જ્યારે એક બહેનની હાલત સારી હોવાનું સામે આવ્યું
  • 82 વર્ષીય રિટાયર્ડ પિતા નવીનભાઈ મહેતા જ ત્રણેય સંતાનોને જમવાનું પહોંચાડતા

WatchGujarat. Rajkot શહેરના કિસાનપરા નજીક એક જૂનવાણી મકાનમાંથી ત્રણ ભાઈ-બહેન વર્ષોથી એક ઓરડીમાં બંધ હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક જાણકારી મુજબ બે ભાઈની માનસિક સ્થિતિ ખરાબ જ્યારે એક બહેનની હાલત સારી હોવાનું સામે આવ્યું હતું. જો કે 82 વર્ષીય રિટાયર્ડ પિતા નવીનભાઈ મહેતા જ ત્રણેય સંતાનોને જમવાનું પહોંચાડતા હોવાનું પણ સામે આવ્યું હતું. સમગ્ર મામલે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે watchgujarat.com સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે ત્રણેયનાં પિતા નવીનભાઈ શંકાસ્પદ ભૂમિકામાં છે. અમે તેમને 10 દિવસનો સમય આપ્યો છે. ત્યારબાદ અમારી ટીમ ત્રણેયનો કબ્જો લઈ સ્વસ્થ કરવાના તમામ પ્રયાસો કરશે.

જલ્પાબેને સમગ્ર બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, જાગૃત મહિલાએ છ વર્ષથી ત્રણ ભાઈ-બહેન એક જ ઓરડીમાં રહેતા હોવાની માહિતી આપી હતી. જેને પગલે તેમણે ત્રણેયના પિતા નવીનભાઈનો સંપર્ક કર્યો હતો. અને આજે જલ્પાબેન, તેમની ટીમ અને નવીનભાઈ સાથે પહોંચ્યા હતા. નવીનભાઈએ તેની દીકરીને ડેલી ખોલવા ઘણી મથામણ કરી પણ ખોલી નહોતી. જેને પગલે અમારી ટીમ દીવાલ કૂદીને અંદર પહોંચી હતી અને પાછળનાં રૂમનો દરવાજો તોડ્યો હતો. #Rajkot

 

#Rajkot- સુશિક્ષીત સંતાનોને રૂમમાં પુરી રાખવા મામલે પિતાની શંકાસ્પદ ભૂમિકા, 10 દિવસ બાદ અમારી ટીમ ત્રણેયનો કબ્જો લેશે : જલ્પાબેન પટેલ
જલ્પાબેન પટેલ

અંદર પહોંચતા જ ત્યાંના દ્રશ્યો જોઈને અમો પણ દંગ રહી ગયા હતા. ત્રણેય ભાઈ-બહેનને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમણે પહેરેલા કપડા દુર્ગંધ મારતા હતા. રૂમની અંદર પણ મેલા કપડા અને અખબારો પડ્યા હતા. વર્ષોથી તેઓ જમવા ઉપરાંત દૈનિક ક્રિયાઓ પણ આ જ ઓરડીમાં કરતા હોવાથી ત્યાં અતિશય દુર્ગંધ આવતી હતી. જો કે અમારી ટીમનાં સભ્યોએ બધાને બહાર લાવી તમામના વાળ વધી ગયા હોવાથી કાપ્યા હતા. તેમજ બંને ભાઈની દાઢી પણ કરી હતી. બાદમાં ત્રણેયને નવડાવીને નવા કપડા પહેરાવ્યા હતા. Rajkot

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્રણેયની ઉંમર 30થી 42 વર્ષ જેટલી છે. તેમના એક પિતા નિવૃત્ત સરકારી કર્મચારી છે. અને 35 હજાર જેટલું પેન્શન આવે છે. પણ વર્ષોથી પોતાના સંતાનોની આ સ્થિતિ હોવા છતાં તેમણે કોઈ પગલાં લીધા નથી. કે કોઈની મદદ પણ માંગી નથી. જોકે નવીનભાઈએ કહ્યું કે, કોઈ સંસ્થા તેના સંતાનોને રાખવા તૈયાર નથી. પરંતુ રાજકોટમાં અનેક સંસ્થાઓ છે જે કોઈપણ ખરાબ પરિસ્થિતિમાં લોકોની મદદ કરવા તત્પર રહે છે. ત્યારે તેમની આ વાત ગળે ઉતરતી નથી. Rajkot

#Rajkot- સુશિક્ષીત સંતાનોને રૂમમાં પુરી રાખવા મામલે પિતાની શંકાસ્પદ ભૂમિકા, 10 દિવસ બાદ અમારી ટીમ ત્રણેયનો કબ્જો લેશે : જલ્પાબેન પટેલ
ત્રણ બાળકોના પિતા નવીનભાઈ મહેતા

આમ છતાં અમે તેમના પિતાને કહ્યું છે કે, ત્રણેય અમને સોંપી દો. અમે એક મહિનાની અંદર જ સારૂ કરી દેશું. ત્યારે આ ઓફર સાંભળીને ખુશ થવાને બદલે તેમના પિતાએ પરિવાર સાથે વાત કરીને નિર્ણય લેવાનું કહ્યું છે. ત્યારે પ્રશ્ન એ છે કે અત્યાર સુધી પરિવારનાં લોકો ક્યાં હતા ? ત્રણ-ત્રણ જીંદગીઓ બરબાદ થતી હોવા છતાં પિતા સહિતનાં પરિવારે તેમને બચાવવાની કોઈ કોશિશ કેમ ન કરી ? પિતાની કોઈક સંપત્તિ હોવાની ચર્ચા પણ લોકોમાં ચાલી રહી છે. જો કે આ બધાથી અમારે કોઈ મતલબ નથી. અમે તેમને વિચારવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. 11માં દિવસે અમારી ટીમ ત્રણેયનો કબ્જો લઈ તેઓને સામાન્ય કરવાના પ્રયાસ શરૂ કરશે. Rajkot

ઉલ્લેખનીય છે કે, નવીનભાઈનો નાનો દીકરો ક્રિકેટ રમતો હતો. જ્યારે મોટા દીકરાએ LLB બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે દીકરીએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. હાલ ત્રણેયને કંઈ જગ્યાએ રાખવા તે અંગે પરિવારજનો ચર્ચા કરી રહ્યાં છે. સુરતના એક આશ્રમમાં ખસેડવાની વાત પણ ચાલી રહી છે. દીકરી મહદઅંશે સ્વસ્થ છે અને તેના કહેવા મુજબ, તેઓ લોકડાઉનનાં કારણે બહાર નીકળતા નહોતા.

More #Fathers #suspicious #role-in-caging #Educated #children-in-room #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud