સાથી સેવા સમાજના જલ્પા પટેલે ઘરમાં બંધક બનાવીને રાખવામાં આવેલા અનેક દર્દીઓને સેવા ચાકરી કરવામાં આવે છે
કોરોનાનો ડર એટલો મનમાં ઘર કરી ગયો છે કે લોકો સ્વજનની અંતિમ ક્રિયા કરવા સુદ્ધાં આવતા નથી
કોરોનાના કપરા કાળમાં મહિલા માન્યતાઓને ભાંગીને કોરોનાના મૃતદેહોની અંતિમક્રિયા કરે છે
પુત્રીને સાથે રાખીને સાથી સેવા સમાજના ટીમ મેમ્બર્સ સાથે સેવારત જલ્પાબેન પટેલ
WatchGujarat. આજે મધર્સ ડે નિમિત્તે વાત કરીશું માન્યતા ભાંગતી વિશેષ મહિલા વિશે. કોરોનાની વૈશ્વિક મહામારી અને તેમાં પર બીજી ઘાતક લહેર કે જેમાં કોરોના પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ સતત વધતો રહ્યો જે પણ એક ચિંતાનો વિષય હતો. આજે કેસોમાં અને મૃત્યુ આંખમાં આંશિક રાહત જરુર જોવા મળી છે પરંતુ કોરોના સામે જંગ જીતવા માટે સાવચેતી આજે પણ તેટલી જ જરૂરી છે.
https://youtu.be/7UcDjO1gOJg
સાથી સેવા સમાજના જલ્પા પટેલે ઘરમાં બંધક બનાવીને રાખવામાં આવેલા અનેક દર્દીઓને સેવા કરી છે. તો ઘરમાંથી છોડાવી પરિવારની જેમ હુંફ આપી છે. હાલ પરિસ્થિતિ માં અનેક લોકોએ લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. કોરોનાનો ડર એટલો મનમાં ઘર કરી ગયો છે કે લોકો સ્વજનની અંતિમ ક્રિયા કરવા સુદ્ધાં આવતા નથી. અને જો અંતિમ ક્રિયા કરે તો અસ્થિ લેવા માટે આવતા નથી. જેને લઇને સ્મશાનગૃહોમાં અસ્થિઓના પોટલા જોવા મળી રહ્યા છે. તેવા સમય માં જલ્પાબેન પટેલ સાત વર્ષ ની દીકરી હોવ છતાં અજાણ્યા લોકોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. એટલું નહિ સ્મશાનમાં જાઇ પોતે જ ચિંતા પણ બનાવે અને વિધિ પણ કરે છે, કેટલીકવાર તો સાત વર્ષની દીકરીને પણ સ્મશાને લઈ જાય છે.
રાજકોટના રહેવાસી જલ્પાબેન પટેલ કે જેઓ રિયલમાં કોરોના વોરિયર્સ મધર તરીકે સન્માનિત કરવા લાયક છે. જલ્પાબેન પટેલ પોતાની 7 વર્ષની પુત્રી અને સમગ્ર ટીમને સાથે રાખી ખરા અર્થમાં અનોખી સેવા કરી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને મદદરૂપ બને છે. અને તેમની દિકરીમાં અત્યારથી સેવાનું સંસ્કાર રૂપી સિંચન પૂરું પાડે છે.
જલ્પાબેન પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજના સમયમાં પણ મહિલાઓ સ્મશાને જતા નથી. પરંતુ કેટલાક પરિવાર એવા હોય છે કે જેમને અંતિમ વિધી કરવા માટે કોઇ હાથ મળતો નથી. અને તેવા લોકોને મદદ સમગ્ર ટીમ પુરી પાડે છે. તેઓ તેમની 7 વર્ષની પુત્રીને સાથે લઇ જઇ સ્મશાનમાં કોવિડ દર્દીઓના અંતિમસંસ્કાર કરી આપે છે. અત્યાર સુધી તેઓ 123 મૃતદેહની અંતિમ વિધી કરી ચુક્યા છે અને હજુ પણ કોઇ મદદ માંગશે તો તેમની મદદ અવિરત ચાલુ રાખશે.