• જોતજોતામાં તો બોટની અંદર બનાવવામાં આવેલી આખી રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ
  • ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પાંચ જેટલા ફાયર ફાઈટર્સ દોડી આવ્યા હતા
  • આગજનીનાં બનાવમાં લાખો રૂપિયાની મત્તાનું નુકસાન થયાનું સામે આવ્યું છે. જોકે, બનાવમાં કોઇ જાનહાની થવા પામી નથી

WatchGujarat. શહેરમાં કોરોના કાળ વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ સોમવારે જ ત્રણેક આગની ઘટનાઓમાં ચાર લોકો બળીને ખાખ થયા હતા. ત્યારે આજે વહેલી સવારે શહેરના 150 ફૂટ રિંગરોડ પર આગની ઘટના સામે આવી છે. જેમાં બોટ આકારમાં બનાવાયેલ ‘ધ બિગ ફેટ બોટ’ રેસ્ટોરન્ટ પણ બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયુ છે. જો કે ફાયર વિભાગની સમયસરની કામગીરીથી આગ વધુ ફેલાતા અટકી હતી. અને સદનસીબે કોઈ જાનહાની પણ થઈ નથી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આગની આ ઘટનાને લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વિડીયો વાયરલ થયો છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ શહેરનાં નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ‘ધ બિગ ફેટ બોટ’ નામનાં રેસ્ટોરન્ટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં જોતજોતામાં તો બોટની અંદર બનાવવામાં આવેલી આખી રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પાંચ જેટલા ફાયર ફાઈટર્સ દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. આગજનીનાં બનાવમાં લાખો રૂપિયાની મત્તાનું નુકસાન થયાનું સામે આવ્યું છે. જોકે, બનાવમાં કોઇ જાનહાની થવા પામી નથી. સાથે આ આગ કયા કારણોસર લાગી હતી તે પણ હજુ સુધી જાણી શકાયું નથી.

નોંધનીય કે રાજકોટમાં સોમવારની રાત્રે ત્રણ જગ્યાએ આગના બનાવ સામે આવ્યા હતા. જેમાં કુવાડવા રોડ પરની આગમાં ચાર જેટલા લોકોની જિંદગી હોમાઇ ગઇ હતી. જ્યારે 12 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ દ્વારા દેવ ઇન્ડસ્ટ્રીઝના 3 જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને સકંજામાં લેવામાં આવ્યા છે. અને સાથે જ સાપરાધ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud