• રાજકોટ શહેરમાં 10 હજારથી વધુ બિલ્ડીંગ છે. ત્યારે ફાયર સેફ્ટીનું મહત્વ ખુબ જ વધી જાય છે – મ્યુ. કમિશ્નર
  • ફાયર સેફ્ટી ઓફિસરની તાલીમ સવારે 10 થી 6 વાગ્યા સુધી અને 24 દિવસની રહેશે – ચીફ ફાયર સેફ્ટી ઓફિસર ખેર
  • ફાયર સેફ્ટી અને રેસ્ક્યુ માટે નાગરિકોએ પોતાની વ્યક્તિગત જવાબદારી સમજવાની રહે

WatchGujarat. મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે દીપ પ્રાગટય કરી પ્રથમ બેચનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમાર્થીને થીયરીક્લ તેમજ પ્રેક્ટિકલ એમ બંને પ્રકારની તાલીમ આપવામાં આવશે. જેમાં શહેરમાં રાખવામાં આવેલ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરાવવો, આગ લાગે ત્યારે તેમાંથી કેવી રીતે બચવું તે અંગેનું માર્ગદર્શન ફાયર સેફ્ટી ઓફિસરોને આપવામાં આવશે. પ્રથમ બેચમાં 22 ફાયર સેફટી ઓફિસરો જોડાયા છે. જેઓ એક મહિના સુધી તાલીમ લેશે.

આ તકે મ્યુ. કમિશ્નરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં 10 હજારથી વધુ બિલ્ડીંગ છે. ત્યારે ફાયર સેફ્ટીનું મહત્વ ખુબ જ વધી જાય છે. ફાયર સેફ્ટી એ માત્ર તંત્રની જ નહીં પરંતુ એક સામાજિક જવાબદારી પણ છે. ટેમ્પરરી ફાયર NOC આપવામાં આવતું હાય છે. જે બાંધકામ સાઈટની કામગીરી ચાલુ હોય તેને ટેમ્પરરી NOC આપવામાં આવે છે. જયારે બાંધકામ પૂર્ણ થયે તેને ફાઈનલ NOC આપવામાં આવે છે. જે સમયાંતરે રીન્યુ પણ કરવાનું હોય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માત્ર ફાયર એનઓસી લેવાથી કે સાધન રાખવાથી સમસ્યા હલ નહી થાય આ માટે લોકોની પણ જવાબદારી રહેશે. અલબત્ત ફાયર સેફ્ટી અને રેસ્ક્યુ માટે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ ચોવીસે કલાક સક્રિય છે. પરંતુ નાગરિકોએ પોતાની વ્યક્તિગત જવાબદારી સમજવાની રહે છે. અને જરૂર પડ્યે સમયસૂચકતા સાથે મદદ કરવાની તૈયારી લોકોએ પણ રાખવી પડશે.

ચીફ ફાયર સેફ્ટી ઓફિસર ખેરે આ સંપૂર્ણ પ્રોગ્રામની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ ફાયર સેફ્ટી ઓફિસરની તાલીમ સવારે 10 થી 6 વાગ્યા સુધી અને 24 દિવસની રહેશે. આ ટ્રેનિંગમાં થીયરી, પ્રેક્ટિકલ, સાઈટ વિઝીટ રહેશે. આ માટે સંપૂર્ણ ક્વોલીફાય થયેલા 22 તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવી છે જેની ટ્રેનિંગ આજથી શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud