• છેલ્લા 24 કલાકમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત – નાયબ આરોગ્ય અધિકારી પી. પી. રાઠોડ
  • મારવાડી યુનિ. ખાતે આ વિધાર્થી સહિત રવિવારે 8 પોઝીટીવ કેસો સામે આવતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા
  • કેસો વધતા , નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા હાલમાં રાજકોટની મુલાકાત દોડી આવ્યા

WatchGujarat. શહેરમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને છેલ્લા ત્રણ દિવસમાં આંકડો ડબલ કરતા વધુ થઈ ગયો છે. ત્યારે હવે ફરી કોરોનાથી મોતનો સિલસિલો પણ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં જ આફ્રિકાના જામીયાથી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થી સહિત 2 દર્દીઓના મોત નિપજ્યા છે. શહેરમાં મોતનો સિલસિલો શરૂ થતાં જ શહેરીજનો સહિત આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. એટલું જ નહીં 6 નાં મોતની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે watchgujarat.com સાથેની વાતચીતમાં નાયબ આરોગ્ય અધિકારી પી. પી. રાઠોડે છેલ્લા 24 કલાકમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીઓના મોતની પુષ્ટિ કરી છે.

જાણવા મળી રહેલી વિગત મુજબ મૃતક વિદ્યાર્થી આફ્રિકાના જામીયા ખાતેથી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવ્યો હતો. દરમિયાન મારવાડી યુનિ. ખાતે આ વિધાર્થી સહિત રવિવારે 8 પોઝીટીવ કેસો સામે આવતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ આ વિદ્યાર્થીનું મોત થયું છે. તો અન્ય એક દર્દીએ પણ સારવાર દરમિયાન જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે બાકીના તમામની સારવાર ચાલી રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાનું સંક્ર્મણ દિવસેને દિવસે વધુ રહ્યું છે. ત્યારે હવે શહેરની કોવીડ હોસ્પિટલમાં આફ્રિકાથી અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થી સહિત 2 દર્દીના મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવાશે. અને કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જ તમામ મોત કોરોનાને કારણે થયા છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થશે. પરંતુ મૃત્યુ પામેલા ચારેય દર્દીઓની કોરોનાની સારવાર ચાલી રહી હતી.

નોંધનીય છે કે, નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા હાલમાં રાજકોટની મુલાકાતે છે. અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે. ગઈકાલે કલેક્ટર રેમ્યા મોહને પણ કેન્સર હોસ્પિટલ સહિતના સ્થળોએ બંધ થયેલા કોવિડ સેન્ટર ફરીથી શરૂ કરવા સંકેતો આપી દીધા છે. તો મહાનગરપાલિકા દ્વારા પણ ઠેર-ઠેર ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. અને જે વિસ્તારમાંથી કેસો આવે ત્યાં સેનેટાઈઝીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. બીજીતરફ વેકસીન માટેની કામગીરી ઝડપી બનાવવા માટે પણ કલેક્ટર તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud