આરોપીઓએ મસાજ કરાવી સોનાની ચેન ચોરાયો હોવાનું જણાવી અન્ય સાથીઓને બોલાવ્યા
સ્પા સંચાલકને મેટર પતાવવા રૂ. દોઢ લાખ આપવાનું કહ્યું હતું
સ્પાનો વિડિઓ શૂટિંગ કર્યા બાદ તેને વાયરલ કરીને પોલીસ ફરિયાદ કરવાની તથા સ્પા બંધ કરાવી દેવાની ધમકી આપવામાં આવી
મુજબ અરિવા વેલેનેસ એન્ડ હેલ્થ કેર સ્પા નામે મસાજ પાર્લર માલિક સંજયભાઈ સોનીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
WatchGujarat. પત્રકાર ચોથી જાગીર કહેવાય છે. પણ હાલ પત્રકારનાં નામે તોડ કરવાની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સ્પામાં મસાજ પૂર્ણ થયા બાદ સોનાની ચેન ચોરી થયાનો આક્ષેપ કરી વિડિઓ ઉતાર્યા બાદ મામલો પતાવવા માટે કેટલાક કથિત પત્રકારોએ રૂ. દોઢ લાખની માંગણી કરી હતી. જો કે આ સ્પા માલિકે જ સમયસર પોલીસને બોલાવી લેતા તોડ કરવા આવેલી આ ગેંગનો ભાંડો ફૂટ્યો હતો. અને જે ચેનની ચોરીની વાત હતી તે સોનાનો નહીં બગસરાનો હોવાનું અને આરોપીએ પોતે જ કોઈને આપી રવાના કર્યો હોવાનું સામે આવતા જ પોલીસે આ ગેંગનાં 6 સભ્યોને ઝડપી લીધા છે.
જાણવા મળતી વિગત મુજબ અરિવા વેલેનેસ એન્ડ હેલ્થ કેર સ્પા નામે મસાજ પાર્લર માલિક સંજયભાઈ સોનીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, આરોપી જયરાજ તેમજ રવિ મસાજ કરાવવા માટે આવ્યા હતા. મસાજ પૂર્ણ થયા બાદ જયરાજે તેનો સોનાનો ચેન ચોરાયો હોવાનું જણાવી મયુર તથા ગૌતમને બોલાવ્યા હતા. અને સ્પા સંચાલકને આ મેટર પતાવવા રૂ. દોઢ લાખ આપવાનું કહ્યું હતું. જો કે પોતે રૂપિયા નહીં હોવાનું જણાવતા આ ચારેય સંજય અને સુરેશને બોલાવ્યા હતા. અને સ્પાનો વિડિઓ શૂટિંગ કર્યા બાદ તેને વાયરલ કરીને પોલીસ ફરિયાદ કરવાની તથા સ્પા બંધ કરાવી દેવાની ધમકી આપી હતી.
આ મામલો ગાંધીગ્રામ પોલીસમાં પહોંચતા ગાંધીગ્રામ પોલીસેએ ટોળકીની પૂછપરછ હાથ ધરી છે. પોલીસની તપાસ દરમિયાન જયરાજ, રવિ, મયુર પાણખાણીયા ગૌતમ દેથરીયા સંજય મકવાણા અને સુરેશ પાડલીયા દ્વારા રૂપિયા પડાવવા આ કારસો રચાયો હોવાનું સામે આવ્યું હતું. તેમજ જે ચેઈન ચોરાઈ ગયાનું આરોપી દ્વારા જણાવાયું હતું તે પોતે જ કોઈને આપી રવાના કર્યા હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. એટલું જ નહીં આ ચેન પણ સોનાનો નહીં બગસરાનો હોવાનું પણ આરોપીઓએ કબૂલ કર્યું હતું. જેને લઈ પોલીસે તમામ 6 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.