• સિઝન શરૂ થાય તે પહેલાં જ તાલાલા-ગીર આસપાસની પ્રખ્યાત કેસર કેરીની મીઠાસને લાગ્યું ગ્રહણ
  • કેરીનો પાક બચાવવા મોંઘી દવાઓ છાંટે તો ભાવ ઊંચા જવાની પ્રબળ સંભાવના

WatchGujarat. ચાલુ વર્ષે ઊનાળાની શરૂઆત પહેલાં જ કેસર કેરીની મીઠાસને ગ્રહણ લાગ્યું છે. કેસર કેરીના રસિયાઓ માટે ગીરમાં આવેલા કેસર કેરીના બગીચાઓમાંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આ સિઝનમાં ગીરમાં કેસરની કાચી કેરીને સફેદ દુશ્મને ગ્રહણ લગાડ્યું છે. કેસરની કાચી કેરીને એક અજાણ્યો રોગ લાગું પડ્યો છે જેના કારણે આંબા પરથી ટપોટપ કાચી કેરી ખરી રહી હોવાનું અનુમાન છે. હકિકતમાં તાલાલા અને ગીરના આસપાસની પ્રખ્યાત કેસર કેરીમાં આ સિઝનમાં જોરદાર ફ્લાવરિંગ થતા ખેડૂતોમાં આનંદનું મોજું હતું. ભારે વરસાદ અને કમોસમી વરસાદના ફટકા પછી પણ ખેડૂતોને આશા હતી કે કેસરના બગીચાઓમાં કેરીનો મબલખ પાક થશે.

જો કે, આ વર્ષે ગીર અને આસપાસના વિસ્તારોમાં કેસરની કાચી કેરીને ફૂગનો રોગ લાગું પડી ગયો છે. આ સફેદ ફૂગના કારણે ખેડૂતો કેસર કેરીના પાકને બચાવવા માટે ભારે મથી રહ્યા છે. બાગાયત અધિકારીના જણાવ્યા પ્રમાણે દવાના છંટકાવથી સફેદ ફૂગને નાશ કરવામાં મદદ મળશે પરંતુ હાલતો ખેડૂતોના માઠા દિવસો પસાર થઈ રહ્યા છે.

કેસરની ખાખડી આંબા પર ટકતી નથી અને નીચે પડી જાય છે

આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે, અમે વર્ષોથી કેસરનો બગીચો સાચવીએ છીએ. 15-20 વર્ષમાં આ વર્ષે મોટી આફત આવી છે. કેસરની ખાખડી આંબા પર ટકતી નથી અને નીચે પડી જાય છે. અમારી સ્થિતિ ગંભીર છે, કાચી કેરી ખરી જતા પાકનું ઉત્પાદન ઘટવાની સ્થિતિ છે. રોગ એટલા બધા છે કાચી કેરી મોટી થતી નથી.’

વરસાદના છાંટાની જેમ કેરી ખરી રહી છે

અન્ય ખેડૂતે જણાવ્યું કે ‘આંબામાં રોગ આવી જવાના કારણે 50 ટકા કાચી કેરી ખરી ગઈ છે. ખેડૂત અને વેપારીની સ્થિતિ ગંભીર છે. ચાર-પાંચ રોગ એક સાથે કેરીને લાગ્યા છે. રૂ. 16,000 ની કિંમતની દવાઓ પણ વાપરી જોઈએ તો કેરીનો ભાવ ઊંચકાશે. આ વર્ષે ઉત્પાદન ઘટવાની શક્યતા છે. વરસાદના છાંટાની જેમ કેરી ખરી રહી છે.’

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud