• જેલર ડી.કે. પરમાર દોંગાની ગેંગને જેલમાં જલસા કરાવતો હોવાનું સામે આવ્યું
  • બે મહિના પહેલા ગોંડલની સબજેલ ખાતે ગાંધીનગર અને અમદાવાદની જડતી સ્કોડે દરોડા પાડયા હતા

#Gondal - જેલરને નિખિલ દોંગાની ગેંગને જેલમાં જલસા કરાવવા ભારે પડ્યા, જેલર સામે GujCTOC હેઠળ ગુનો દાખલ

WatchGujarat. કુખ્યાત નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. જે અંગે ચાલી રહેલી તપાસ દરમિયાન જેલર ડી.કે. પરમાર દોંગાની ગેંગને જેલમાં જલસા કરાવતો હોવાનું સામે આવ્યું છે. તેમજ તેના બદલામાં પોતે આર્થિક લાભ મેળવતો હોવાનું જાણવા મળતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આકરું પગલું ભર્યું છે. અને જેલર સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. #Gondal

#Gondal - જેલરને નિખિલ દોંગાની ગેંગને જેલમાં જલસા કરાવવા ભારે પડ્યા, જેલર સામે GujCTOC હેઠળ ગુનો દાખલ

આ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ કહ્યું હતું કે, બે મહિના પહેલા ગોંડલની સબજેલ ખાતે ગાંધીનગર અને અમદાવાદની જડતી સ્કોડે દરોડા પાડયા હતા. ત્યારે નિખિલ દોંગા સાથે અન્ય બહારના 8થી 10 લોકો બગીચાના ગ્રાઉન્ડમાં ખાણીપીણીની મોજ માણી રહ્યાનું બહાર આવ્યું હતું. જેને પગલે જેલર પરમાર વિરુદ્ધ કેદીઓને સુવિધા પૂરી પાડવાના આરોપો લાગ્યા હતા.

તપાસ દરમિયાન આ આરોપો મહદઅંશે સાચા હોવાનું તેમજ જેલર કેદીઓને જેલની અંદર મોબાઈલ પૂરા પાડવા અને ખાણીપીણીની વસ્તુઓ પુરી પાડવામાં મદદગારી કરતો હોવાના પુરાવા મળ્યા છે. જેને લઈ જેલર ડી.કે. પરમાર સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #Gondal

ઉલ્લેખનીય છે કે, ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલનો જેલર ડી. કે. પરમાર કેદીઓ પાસેથી પૈસા લઈને જેલમાં જલસા કરાવતો હોવાની ફરિયાદો ઉઠી હતી. બાદમાં નિખિલ દોંગા ગેંગની સામે ગુજસીટોક દાખલ થયા બાદ જેલરનું નામ ખુલતા વધુ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાયો હતો. જેથી કોર્ટે પહેલી જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરી કર્યા છે.

More #Gondal #Jailor D.K.Parmar #Booked under #GUJCTOC #Organized #Crime law #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud