ખાનગી પેઢી ધરાવતા એક વેપારીએ વેલ્યુ એડેડ ટેક્ષના આકારણી 2016 2017નાં ભરાયેલ ટેક્ષના રીફંડ પેટે આશરે રૂ. 9.70 લાખ મેળવવાનાં હતા
રીફંડ આપવા મામલે જીએસટી અધિકારીએ પૈસા માંગ્યા
પૈસા ન આપવા માંગતા વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી, ટીમે અધિકારીને રંગેહાથ ઝડપ્યો
WatchGujarat. GST વિભાગમાં ઇન્ચાર્જ વેરા અધિકારીની ફરજ બજાવતા મનોજભાઇ મનસુખલાલ મદાણીને રૂ. 20 હજારની લાંચ લેતા ACBએ ઝડપાયો છે. શહેરનાં બહુમાળી ભવનમાં આવેલી વાણીજય વેરા કચેરી ખાતે આરોપી લાંચ સ્વીકારનાર હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. જેને આધારે છટકું ગોઠવી ACBએ આરોપીને રૂ. 20 હજાર સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો છે. સાથે જ અપ્રમાણસર મિલકતને લઈને તેના ઘરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, ખાનગી પેઢી ધરાવતા એક વેપારીએ વેલ્યુ એડેડ ટેક્ષના આકારણી 2016 2017નાં ભરાયેલ ટેક્ષના રીફંડ પેટે આશરે રૂ. 9.70 લાખ મેળવવાનાં હતા. આ માટેનો અસલ હુકમ લેવા જતા મનોજભાઇ મનસુખલાલ મદાણીએ વેપારી પાસે રૂ. 20 હજારની માંગ કરી હતી. જો કે વેપારી આ રકમ આપવા માંગતા નહીં હોવાથી ACB કચેરીને જાણ કરી હતી.
વેપારીની આ ફરિયાદને આધારે આજરોજ ACB નાં પોલીસ ઇન્સ્પેકટર મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા મદદનીશ નિયામક એ.પી. જાડેજાની દેખરેખમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બહુમાળી ભવનના ચોથા માળે આવેલી વાણિજ્ય વેરા કચેરી ખાતે આરોપી લાંચની રકમ સ્વીકારતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જેને લઈને ACBનાં અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ સાથે જ ACB દ્વારા આરોપી મનોજ મનસુખલાલ મદાણીનાં સ્વામિનારાયણ ચોક સ્થિત ઘર સહિતની પ્રોપર્ટી પર દરોડાનો દોર શરૂ કરવામાં આવનાર છે. આ દરમિયાન આરોપી પાસે મોટા પ્રમાણમાં અપ્રમાણસર મિલકત મળવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. GST અધિકારી ACBનાં હાથે ઝડપાઈ જતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.