7 દિવસમાં ભૂપત ભરવાડ સામે 3 ગુના નોંધાયા
વર્ષ 2012માં ભૂપત ભરવાડ સામે ગેરકાયેદ વ્યાજે પૈસા આપી બળજબરીથી રૂપિયા પડાવી અને જમીન પર કબ્જો કરવા મામલે ગુનો નોંધાયો હતો.
રાજકોટ. શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુમાફિયા ભુપત ભરવાડનાં રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસ હવે તેના વિરુદ્ધ વધુમાં વધુ પુરાવાઓ એકત્ર કરવા પ્રયાસ કરી રહી છે. ત્યારે આજે રિમાન્ડનાં છેલ્લા દિવસે તેને શહેરનાં સામાકાંઠે આવેલી તેની ઓફિસે લઈ જવાયો હતો. જ્યાં પંચનામું કરીને દસ્તાવેજી પુરાવાઓ અંગે તપાસ કરવામાં આવી હતી. આ તકે ભૂપતને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ આજરોજ ભૂપતનાં રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા તેને સાથે રાખી તેની ઓફિસ ખાતે લઈ જવાયો હતો. જ્યાં પોલીસે જરૂરી પૂછપરછ કરી પંચનામાની કાર્યવાહી કરી હતી. આ તકે તેની ઓફિસમાં કોઈ દસ્તાવેજી પુરાવા કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી હતી.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર નામચીન ભૂપત ભરવાડ સામે ફરિયાદ કરવા વધુ ત્રણ લોકો પોલીસનાં સંપર્કમાં છે. અને આગામી દિવસોમાં ભૂપત સામે હજુપણ વધુ ગુનાઓ દાખલ થઈ શકે તેમ છે. જેને પગલે પોલીસ દ્વારા યોગ્ય સમયે પાસાની કલમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરતી સંભાવના છે. જો કે પોલીસ આરોપીને ફરી એકવાર વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટ સમક્ષ રજૂ કરે તેવી શક્યતા પણ નકારી શકાય એમ નથી.
ઉલ્લેખનીય છે કે, ભૂપત વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. માત્ર સાત દિવસના સમયગાળાની અંદર જ ભૂપત ભરવાડ વિરુદ્ધ ત્રણ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે ગુનાઓમાં ગેરકાયદેસર વ્યાજે પૈસા આપવા, બળજબરી પૂર્વક જમીન પચાવી પાડવી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે હજુ વધુ ગુનાઓ નોંધાયા બાદ તો પાસા હેઠળ કાર્યવાહી કરવી પોલીસ માટે સરળ બની રહેશે.