• શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મનીષાબા વાળા દ્વારા પીડીતાને ન્યાય માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

રાજકોટ. શહેર મહિલા કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાથરસની ઘટનાનાં વિરોધમાં પોસ્ટકાર્ડ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનાં અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મનીષાબા વાળા દ્વારા  પીડીતાને ન્યાય માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દેશમાંથી મહિલા કોંગ્રેસના બે લાખ કાર્યકરો દેશનાં વડાપ્રધાન અને ઉતર પ્રદેશના સીએમ યોગીને પોસ્ટકાર્ડ લખી પોતાનો અવાજ નિંભર અને બહેરી સરકારનાં કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.

આ અંગે ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે દેશમાં જયારથી ભાજપનું શાસન આવ્યું છે. ત્યારથી મહિલા ઉપરનાં અપરાધનાં આંકડાઓ ખુબ જ વધી રહ્યા છે. અને તેમાંય સમગ્ર દેશને હચમચાવનારી ઉતર પ્રદેશનાં હાથરસની ઘટનાએ સમગ્ર દેશનું માથુ શરમથી ઝુંકાવી દીધું છે. ત્યારે આ ઘટનાની પીડીતાને ન્યાય આપવામાં જે વિલંબ થઇ રહ્યો છે, તે ખુબ જ નિંદનીય છે. આ ઘટનાની પિડિતાને ન્યાય આપવા અને ભાજપ દ્વારા પીડિતાને બદનામ કરવાની જે ચેસ્ટા થઇ રહી છે. તે બંધ કરવાની લાગણી અને માંગણી આ પોસ્ટકાર્ડનાં માધ્યમથી લખીને વ્યકત કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !