• બાઈક ચાલકે રોડ ક્રોસ કરતા એક વેપારીને હડફેટે લઈ ઉછાળ્યા
  • ગંભીર રીતે ઘાયલ વેપારીને સારવાર માટે ખસેડાયા હતા
  • બાઈક ચાલક મોકો જોઈને ફરાર થઈ ગયો હતો
  • ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી

WatchGujarat  શહેરનાં ભક્તિનગર નજીકનાં ધારેશ્વર મંદિર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક પુરપાટ ઝડપે આવતા બાઈકનાં ચાલકે રોડ ક્રોસ કરતા એક વેપારીને હડફેટે લઈ ઉછાળ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને ગંભીર રીતે ઘાયલ વેપારીને સારવાર માટે ખસેડાયા હતા. આ દરમિયાન બાઈક ચાલક મોકો જોઈને ફરાર થઈ ગયો હતો. જો કે ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. #Cctv

#RAJKOT - હિટ એન્ડ રન : પુરપાટ ઝડપે આવેલા વાહને રોડ ક્રોસ કરવા જતાં વેપારીને હવામાં ફંગોળ્યા, જુઓ CCTV

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભારે ટ્રાફિક વચ્ચે વેપારી રસ્તો ક્રોસ કરી રહ્યા છે. ત્યારે તેઓ એક રીક્ષા પાછળથી જેટ ગતિએ આવેલા બાઈકની હડફેટે આવી જતા ફૂટબોલની માફક ફંગોળાય છે. ઘટનાને પગલે બાઈક ચાલક પણ ઉભો રહે છે. પરંતુ વેપારી ગંભીર રીતે ઘાયલ થયાનું જણાતા લોકોની નજરને ચૂકવીને તે ફરાર થઈ ગયો હતો. #Cctv

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ઘાયલ થનાર વેપારીનું નામ નવીનભાઈ પોપટ હોવાનું સામે આવ્યું છે. તેઓ નિત્યક્રમ મુજબ ધારેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા જગદીશ ફ્લાવર્સમાંથી ફુલહાર લઈને પોતાની દુકાને જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા તેઓ ફૂટબોલની માફક ફંગોળાયા હતા. અને તેમને માથાનાં ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે મધુરમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાલ અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી તેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. #Cctv

More #Hit and Run #Trader #CCTV #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud