ગત તા. 21 ઓકટોબરના રોજ સોની બજારમાં ધોળે દિવસે વેપારીની આંખમાં મરચુ નાખી 30 લાખના દાગીના અને બે લાખ રોકડની લૂંટ કરાઇ હતી.
ફૂલવાડીમાં રહેતા લૂંટારૂ સાકીબ અને સમીર ઉર્ફે ભડાકો ટપોરીઓને વેપારીએ સીસીટીવીના આધારે ઓળખી પાડ્યાં હતા.
લૂ઼ંટનો મુદ્દામાલ સાકીરે તેના બનેવી અક્બરના ઘરે છુપાવી દીધો હતો.
પોલીસે સાકીબ, સમીર ઉર્ફે ભડાકો, તોફિલ અને અકબરની પોલીસે ધરપકડ કરી
જેતપુર. શહેરની સોની બજારમાં ધોળે દિવસે રૂ. 30 લાખથી વધુની લૂંટની ઘટના સામે આવી હતી. જેમાં વેપારીની આંખમાં મરચું નાખીને અજાણ્યા શખ્સો 700 ગ્રામ જેટલું સોનુ અને બે લાખની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ શરૂ કરી નાકાબંધી કરી હતી. આ લૂંટમાં સામેલ ચારેય શખ્સોને પોલીસે ગણતરીના દિવસોમાં તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ લૂંટ નશો અને મોજશોખ માટે કરી હોવાનું આરોપીઓ દ્વારા જણાવાયું હતું.
પોલીસ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ, લૂંટની જાણ થતાં ઘટનાસ્થળની આસપાનાં સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા હતા. ફૂટેજમાં કેદ થઇ ગયેલા બન્ને લૂંટારાને ભોગ બનનાર સેલ્સમેને ઓળખી બતાવ્યા હતા. અને તપાસ દરમિયાન બંને ફૂલવાડીમાં રહેતા સાકીબ અને સમીર ઉર્ફે ભડાકો નામના ટપોરી હોવાનું અને હાલ તેઓ રાજકોટ ખાતે હોવાની માહિતી મળી હતી. સાથે-સાથે લૂંટમાં સાકીરનાં ભાઈ તોફિલ અને સમીર ભડાકાના બનેવી અક્બરની પણ સંડોવણી હોવાનું ખુલ્યું હતું.
બાદમાં પોલીસે મોબાઇલ કોલ ડિટેઇલ મેળવી ચારેય આરોપીઓનાં મિત્રોની પૂછપરછ કરી હતી. સાથે જ તેમના આશ્રય સ્થાનો પર દરોડાનો દોર શરૂ કર્યો હતો. દરમિયાન લૂંટમાં સંડોવાયેલા ચારેય શખ્સ રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ નજીક બરકતીનગરમાં આરોપી અક્બર રીંગડીયાના ઘરે ભાગ બટાઇ માટે ભેગા થવાનાં હોવાની સચોટ માહિતી મળી હતી. જેને પગલે પોલીસે વોચ ગોઠવીને ચારેયને ઝડપી લીધા હતા. અકબરના ઘરમાંથી લૂંટમાં ગયેલી રોકડ, ઘરેણા સહિત તમામ મુદ્દામાલ તેમજ પાંચ મોબાઇલ, એક છરી સહિત કુલ રૂ. 29,95,050 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
[caption id="attachment_6667" align="aligncenter" width="1280"] આ બાઇક પર આવી રૂ. 30 લાખની લૂંટ કરવામાં આવી હતી. [/caption]
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ મોજશોખ પુરા કરવા અને નશા માટે આ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે. અને આ માટે તેઓ છેલ્લા લાંબા સમયથી ભોગ બનનારની રેકી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. લૂંટ કરતી વખતે સાકીર અને સમીર બાઇક લઇને રમાકાંત માર્ગ પર વોચમાં ઉભા રહ્યા હતા. સેલ્સમેન ચીમનભાઇ પગપાળા નિકળ્યા એટલે સમીર ભડાકાએ તેમની આંખમાં મરચાની ભૂકી છાંટી હતી અને સાકીરે પગમાં છરી મારી રોકડ, ઘરેણા ભરેલો થેલો લૂંટી લીધો હતો. લૂંટ કરીને બન્ને રાજકોટ પહોંચ્યા હતા અને લૂ઼ંટનો મુદ્દામાલ સાકીરે તેના બનેવી અક્બરના ઘરે છુપાવ્યો હોવાની કબૂલાત પણ આરોપીઓએ આપી છે. ત્યારે હાલ તો ગાંજાના બંધાણી ચારેય આરોપીઓની અન્ય ગુનામાં સંડોવણી હોવાની શંકાથી આકરી પૂછપરછ ચાલુ છે.