રાજકોટ. ડીજીપી આશિષ ભાટિયાની મુલાકાત બાદ શહેર પોલીસ દ્વારા વિદેશી દારૂને લઈને દરોડાનો દોર શરૂ કરાયો છે. જેમાં ક્રાઇમ બ્રાંચ, પ્ર.નગર, આજીડેમ ભકિતનગર, બી-ડિવીઝન, અને ગાંધીગ્રામ પોલીસે 9 દરોડા પાડી રૂા. 16,79,480નો વિદેશી દારૂ જપ્ત કરી 8ને પકડી લીધા છે. જ્યારે બે આરોપીઓ નાસી છૂટ્યા છે. તો અન્ય ત્રણનાં નામ ખુલતા તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે. દરોડાઓ દરમિયાન સિમેન્ટ- કોંક્રિટના મિકસરમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપીને ક્રાઈમ બ્રાન્ચે બુટલેગરોનાં વધુ એક કિમીયાનો પર્દાફાશ કર્યો છે.
ક્રાઈમ બ્રાન્ચે બાતમીનાં આધારે ભાવનગર હાઇવે પર કાળીપાટના પાટીયા પાસે મા આશાપુરા હોટેલ સામેના ભાગે દરોડો પાડ્યો હતો. જેમાં સિમેન્ટ કોંક્રિટ મિકસ કરવા માટેનાં મિકસચર મશીનની તપાસ કરતા તેમાંથી રૂ. 14.28 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. અને બુટલેગરની વધુ એક તરકીબનો પર્દાફાશ થયો હતો. આ વિદેશી દારૂ અને મિક્સર સહિત રૂ. 24.31 લાખનો મુદામાલ કબ્જે લઈ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાની ચાલક બલવંતસિંઘ સોનારામજી શાહુને પણ દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
https://youtu.be/omH98ZX4Jho
આ ઉપરાંત મોટી ટાંકી ચોકમાં એક શખ્સ સીએનજી રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે મોડીરાત્રે જ રજકણ બિલ્ડીંગ નજીક વોચ ગોઠવી રિક્ષામાં રૂપિયા 69560નો 167 બોટલ દારૂ ભરી નીકળેલા તૈયબ ઉર્ફ તૈબો સુલેમાનભાઇ જુણાચને રૂપિયા 1,07,560નાં મુદ્દામાલ પકડી લીધો હતો. તેની પુછતાછમાં બીજા ત્રણ ધવલ ઉર્ફ શીવ બકુલભાઇ વડનગરા મુસ્તાક ઉર્ફ મુસો અહેદમભાઇ જુણાચ તથા મોઇનબીન કશીરીના નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ત્રીજા દરોડામાં ક્રાઈમ બ્રાન્ચે નંદનવન પાર્ક-3ના ખુલ્લા પ્લોટમાંથી રૂા. 27 હજારનો દારૂ ભરેલી ફ્રન્ટી કાર પણ ઝડપી પાડી છે. જો કે પોલીસે દરોડો પાડતાં બે શખ્સો ભાગી ગયા હતાં. જેના નામ પુષ્પરાજસિંહ જાડેજા તથા જયદ્રથસિંહ જાડેજા હોવાનું ખુલતાં આ બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સિવાય પ્રનગર પોલીસે સદર વિસ્તારમાંથી રૂ. 76000નો દારૂ ઝડપી લીધો હતો. જેનો આરોપી તૈયાબ ઉર્ફે તૈબો રાત્રીના સવા વાગ્યે રિક્ષામાં બીજી 84 બોટલો સાથે ક્રાઈમ બ્રાન્ચનાં હાથે ઝડપાયો છે. આ સિવાય પણ આજીડેમ ગાંધીગ્રામ અને ભક્તિનગર પોલીસે પણ વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે.