વિપક્ષ સહિતના લોકો સિવિલ હોસ્પિટલની કામગીરી સામે સવાળો ઉઠાવી રહ્યાં છે.
આરોગ્ય સવચિવની હાજરીમાં સંક્રમણ પણ સતત વધી રહ્યું છે.
રાજકોટમાં કોરોનાના વધી રહેલા વ્યાપને અટકાવવા જ્યંતિ રવિએ ખુદ પહોંચવુ પડ્યું છે.
રાજકોટ. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને સિવિલ હોસ્પિટલની કામગીરી સામે વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે આવા સમયે એક આફ્રિકન નાગરિકે સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમજ પાયસ નયાઝીના નામના આફ્રિકન નાગરિકે હોસ્પિટલની કામગીરીની ભરપૂર પ્રશંસા કરી હતી. પાયસનાં જણાવ્યા મુજબ, "કોરોના મહામારીના આ સમયમાં રાજકોટની કોવિડ સિવિલ હોસ્પિટલની સેવા ખુબ ઝડપી, પ્રોફેશનલ અને એફિશિયન્ટ છે, અહીં આયોજન પૂર્વક કાર્યપ્રણાલીથી નક્કર કામગીરી કરવામાં આવે છે"
વધુમાં પાયસે જણાવ્યું હતું કે, મને શંકા હતી કે મને કોરોના છે, એટલે હું સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ માટે આવ્યો, હોસ્પિટલમાં અપાતી સેવાથી હું ખુબ ખુશ થયો છું, હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ સહિતનો સમગ્ર સ્ટાફ ખુબ જ મહેનતુ છે અને બધાને સહકાર આપે છે. બધા એફિશિયન્ટલી કાર્ય કરે છે તથા બધું કામ આયોજનબદ્ધતાથી કરવામાં આવી રહયું છે. મારો કેસ કઢાવ્યા બાદ થોડી જ મિનિટમાં મારો ટેસ્ટ કરવામાં આવ્યો. સિવિલની કાર્યપ્રણાલીને બિરદાવતા તેમણે જરૂર પડ્યે અચૂક કોવિડ હોસ્પિટલ ખાતે ટેસ્ટ કરાવવાની અપીલ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષ સહિત લોકો પણ સિવિલ હોસ્પિટલની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. અને ખુદ આરોગ્ય સચિવની હાજરીમાં સંક્રમણ પણ સતત વધી રહ્યું છે. ત્યારે આફ્રિકન નાગરિકે કરેલી આ પ્રશંસાથી સિવિલ હોસ્પિટલ તંત્રને આંશિક રાહત મળી છે. અને અહીંના સ્ટાફને પણ ઘણા સમય બાદ પ્રશંસા સાંભળવા મળતા તેમના કામ કરવાના ઉત્સાહમાં પણ વધારો થયો છે.
- વિપક્ષ સહિતના લોકો સિવિલ હોસ્પિટલની કામગીરી સામે સવાળો ઉઠાવી રહ્યાં છે.
- આરોગ્ય સવચિવની હાજરીમાં સંક્રમણ પણ સતત વધી રહ્યું છે.
- રાજકોટમાં કોરોનાના વધી રહેલા વ્યાપને અટકાવવા જ્યંતિ રવિએ ખુદ પહોંચવુ પડ્યું છે.