રાજકોટ. પડધરીના ઉંડ દહીંસરામાં કોરોનાનાં દર્દીને લેવા પહોંચેલા આરોગ્યકર્મીઓ સાથે તેના સગાઓએ માથાકૂટ કરી હતી. દર્દીનાં પરિવારજનોએ સિવિલમાં દર્દીઓને સાજા થવાના બદલે મોત મળતું હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો. છતાં આરોગ્યકર્મીઓ દ્વારા દર્દીને લઈ જવાની જીદ કરવામાં આવતા ભારે હોબાળો થયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
વિડીયોમાં દર્દીના સગા કહે છે કે, સિવિલમાં રોજ મોત થાય છે. સામાન્ય રીતે ડોક્ટર દર્દીને સાજા કરે છે. પણ અહીં તો સાજા થવાના બદલે મોત મળે છે. પોતાના સગાને મોકલવાનો સ્પષ્ટ ઇન્કાર કરતા કહે છે કે, એ નહીં આવે એટલે નહીં જ આવે. ડોક્ટર જિંદગી આપે છે, મોત નથી આપતા.
ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલની બેદરકારીનાં કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. કાલે એક ઓક્સિજન સાથેનાં દર્દીને ટ્રાન્સફર કરતી વખતે સ્ટ્રેચર તૂટ્યું હોવાનું સામે આવ્યું હતું. અગાઉ ખાડામાં સ્ટ્રેચર ખાબકવાની ઘટના પણ સામે આવી હતી. અને છેલ્લા પખવાડિયાથી સિવિલ હોસ્પિટલમાં મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી છે. ગતરાત્રે જ રેકોર્ડ બ્રેક 39 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જેને લઈને લોકોમાં સિવિલ હોસ્પિટલ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નોંંધ:- સરકારની ગાઇડલાઇન મૂજબ કોરોના સંક્રમીત દર્દીના નામ તેમજ ઓળખ જાહેર કરવામાં આવી નથી. 
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud